Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

કાલે શનિ જયંતિ : ઠેરઠેર અનુષ્ઠાન મહાઆરતી

રાજકોટ તા. ૧૪ : ચમત્કારીક શનિદેવની કાલે જન્મ જયંતિ હોય ભાવિક ભકતો દ્વારા ધર્મમય કાર્યક્રમો સાથે ઉજવણી કરાશે. શહેરમાં શનિદેવના મંદિરોમાં આયોજીત કાર્યક્રમોની વિગતો અહી રજુ છે.

ચમત્કારીક હનુમાનજી મંદિર

કાલાવડ રોડ પર એ.જી. ચોકમાં શ્રી ચમત્કારીક હનુમાન મંદિરના પ્રાંગણમાં બીરાજતા શનિદેવના મંદિરે કાલે તા. ૧૫ ના મંગળવારે શનિદેવની જન્મ જયંતિની ઉજવણી કરાશે. સવારથી શનિદોષ નિવારણ યજ્ઞ રાખેલ છે. શ્રધ્ધાળુઓ યજ્ઞનનો વિનામુલ્યે લાભ લઇ શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. હરીવંદના કોલેજ હોમીયોથેરાપી દ્વારા વિનામુલ્યે ગોંઠણ વગેરેના દુઃખાવાની સારવાર કરી અપાશે. તેમજ ઇન્ડીયન ડેન્ટલ એસો. દ્વારા વિનામુલ્યે દાંતના રોગોનો ફ્રિ નિદાન કેમ્પ પણ યોજવામાં આવેલ છે. થેલેસેમીયાના દર્દીઓના લાભાર્થે સવારે ૯ થી રાત્રે ૧૦ સુધી રકતદાન કેમ્પ થશે.  શનિદેવની જન્મ જયંતિ નિમિતે વિશાળ કેક કાપી તેમનો જયજયકાર કરાશે. આ પ્રસંગે શ્રીમતી અંજલીબેન રૂપાણી, માધવભાઇ દવે, વોર્ડ નં. ૧૦ ના પ્રમુખ રજનીભાઇ ગોલ, અશ્વીન ભોરણીયા, બીનાબેન આચાર્ય, જયોત્સનાબેન ટીલાળા, પરેશ હુંબલ, ક્ષત્રિય અગ્રણીઓ નિરૂભા વાઘેલા, એસ.બી.ગોહિલ (નિવૃત્ત ડીવાયએસપી), ધર્મેન્દ્રસિંહ વાઘેલા (નિવૃત્ત પી.આઇ.), એન. બી. જાડેજા (નિવૃત્ત ડી.વાય.એસ.પી.ી), અશોકસિંહ જાડેજા (પુષ્કર), નરેન્દ્રસિંહ જાડેજા (સાંગણવા), પરાક્રમસિંહ જાડેજા (ચાંદલી), બહાદુરસિંહ ઝાલા (પ્રમુખ કર્મચારી મંડળ), દશરથસિંહ રાણા (સદ્દગુરૂનગર), આર.જી.વાઘેલા (નિવૃત્ત ડીવાયએસપી), એ. જે. જાડેજા (નિવૃત્ત પી.આઇ.) વગેરે ઉપસ્થિત રહેશે. તેમ ચમત્કારીક હનુમાનજી મંદિર કમીટીની યાદીમાં જણાવાયુ છે.

કોઠારીયા કોલોનીમાં કાલે શનિ જયંતિ નિમિતે અનુષ્ઠાન

કોઠારીયા કોલોનીમાં આવેલ શ્રી કોટેશ્વર મહાદેવ મંદિરે કાલે તા. ૧૫ ના શનિ જયંતિ નિમિતે સવારે મંગળા આરતી, શ્રૃંગાર દર્શન, સાંજે મહાઆરતી થશે. શનિદેવ અનુષ્ઠાન અને આરતી દર્શનનો લાભ લેવા કોટેશ્વર મંદિરના પૂજારી છગનભારથીબાપુ ગોસ્વામીએ અનુરોધ કરેલ છે.

(4:20 pm IST)