Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

સદ્ગુરૂ સીલેકશન ભાગીદારી પેઢીના ભાગીદારોની અરજી રદ કરતી કોર્ટ

પ્રમાણીત ભાડુ નક્કી આપવા અંગેની

રાજકોટ તા. ૧૪ :.. સદ્્ગુરૂ સીલેકશનના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારોની પ્રમાણીત ભાડુ નક્કી કરી આપવાની અરજી સ્મોલ કોઝ કોર્ટે રદ કરી હતી.

આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ શહેરમાં પ્રમીલા રોડ ઉપર આવેલ મિલ્કત માંહેથી ભાડાવાળી દુકાન સબંધે સદ્ગુરૂ સીલેકશનના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારો સતીષભાઇ સુંદરજી રાચ્છ તથા રક્ષાબેન સતિષભાઇ રાચ્છએ મિલ્કત માલીક એવા ધર્મેશભાઇ બટુકભાઇ ટારીયા સામે રાજકોટની સ્મોલ કોઝ કોર્ટમાં વાદગ્રસ્ત જગ્યાનું પ્રમાણીત ભાડુ નકકી કરવા અંગેની અરજી ર૦૧૭ ની સાલમાં દાખલ કરેલ.

આ કામમાં મિલ્કત માલીક ધર્મેશભાઇ બટુકભાઇ ટારીયાના વકીલ શ્રી નિલેશ પી. દક્ષિણીએ એવી દલીલ કરેલ કે, કોર્ટના રેકર્ડ ઉપર આવેલ પુરાવો તેમજ જૂબાની વિગેરે ધ્યાને લઇએ તો તે હકિકત નિઃશંકપણે પુરવાર થાય છે કે, સદ્ગુરૂ સીલેકશનના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારોને સદરહુ ભાડાવાળી દુકાન ભાડે આપવામાં જ આવેલી ન હોય, આવી કોઇ અરજી નામ. કોર્ટ સમક્ષ કરવા ભાગીદારી પેઢીના ભાગીદારો-અરજદારોને કોઇ હકક, અધિકાર નથી. તેમજ અરજી કાયદા વિરૂધ્ધ તેમજ કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો વિરૂધ્ધની હોય ટકી શકે નહીં તેમજ હાલની અરજી કરનારાઓ જગ્યાના મુળ ભાડુઆત જ ન હોય હાલની અરજી ટકવા પાત્ર  નથી. મકાન માલીકના વકીલશ્રી નિલેશ પી. દક્ષિણીની તમામ રજૂઆતો ધ્યાન પર લઇ તેમજ તમામ પુરાવાઓ તેમજ કોર્ટનું રેકર્ડ ધ્યાને લઇ અરજદારોની પ્રમાણીત ભાડુ નકકી કરી આપવાની અરજી કાઢી નાખવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં મકાન માલીક-સામાવાળા તરફે રાજકોટના વકીલ શ્રી નિલેશ પી. દક્ષિણી રોકાયેલા હતાં.

(4:17 pm IST)