Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

હોમીયોપેથી. એકયૂ. કેમ્પ

 અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ અને કામનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે શરીરના અન્ય સાંધાના દુખાવા માટે ફકત હોમિયોપેથિક અને એકયુપ્રેસર સારવારના સંગમથી દર્દીઓને કાયમી ધોરણે સાજા કરવાના ભાગ રૂપે તાજેતરમાં ખાસ નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. પ્રારંભે વિવેકાનંદ સેવા સમિતિવાળા જે.ડી.  ઉપાધ્યાય, વેલ્યુઅર દિલીપભાઇ ચંદારાણા, કામનાથ મહાદેવ મંદિરના સંચાલક પ્રીયવદનભાઇ કકકડ, લક્ષ્મીદાસભાઇ ચૌહાણ, ભોલા મહારાજ હાજર રહ્યા હતા. આ કેમ્પમાં હોમીઓપેથીના ર૯ તથા એકયુપ્રેસરના ૩પ મળી કુલ ૬૪ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. બેડીનાકા, કામનાથ ચોક, દરબાર ગઢની બાજુમાં આવેલ કામનાથ મંદિરે દર મહિનાના પહેલા બુધવારે સવારે ૯થી ૧૦ દરમ્યાન કાયમી ધોરણે યોજાતા આ સારવાર કેમ્પમાં હોમીઓપેથીક નિષ્ણાંત તરીકે ડો.એન.જે.મેઘાણી દ્વારા નિદાન કરી તમામ દર્દીઓને એક માસની દવા વિના મૂલ્યે આપવામાં આવેલ તેમજ એકયુપ્રેસર નિષ્ણાંત તરીકેની સેવા જાણીતા થેરાપીસ્ટ જગદીશભાઇ પંડિત,  રત્નાબેન મહેશ્વરી, અરજણભાઇ પટેલ પ્રવીણભાઇ ગેરિયા, દિનકરભાઇ રાજદેવ, રસિકભાઇ લીંબાસીયા વિગેરેની સારવારનો લોકોને લાભ મળેલ હતો. કેમ્પની સફળતા માટે પ્રભુદાસભાઇ તન્ના.કે.ડી. કારિઆ, જીતુભાઇ દામાણી, મનુભાઇ ટાંક, ધૈર્ય રાજદેવ બી.એલ.મેહતા, રમેશભાઇ સરવૈયા વગેરેએ જેહમત ઉઠાવી હતી.

(4:15 pm IST)