Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ૧૧ મે શૌર્ય દિવસની ઉજવણી કરાઇ

 રાજકોટઃ જીલ્લા યુવા ભાજપ દ્વારા ૧૧ મે પોખરણ પરમાણુ પરીક્ષણ દિવસ (શૌર્ય દિવસ) ઉજવણી કરવામાં આવી હતી.રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાની અધ્યક્ષતામાં જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વમંત્રી જશુમતીબેન કોરાટ, યુવા પ્રભારી મનીષભાઇ સંઘાણી, યુવા પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ, જીલ્લા યુવા ભાજપ મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, રોહિતભાઇ ચાવડાની ઉપસ્થિતીમાં  'અટલ ઇરાદે' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જીલ્લા યુવા ભાજપ પ્રમુખશ્રી પ્રશાંતભાઇ કોરાટે યુવાનોને જણાવ્યું હતું કે, જે કોંગ્રસ અત્યારે રાષ્ટ્રવિરોધી માનસિકતા દર્શાવી સર્જીકલ સ્ટ્રાઇકનો વિરોધ કરી રહી છે, તે જ માનસીકતાથી તે વખતે પણ વિરોધ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ કર્યુ હતું અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ હિરેનભાઇ જોશી, દીપકભાઇ ભટ્ટ, જયેશભાઇ પંડયા, વિરાજ જોશી, ધવલ દાફડા, દર્શ શાહ સહિતનાએ સંભાળી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા, જીલ્લા ઉપપ્રમુખશ્રી પરસોતમભાઇ સાવલીયા, પ્રદેશ યુવા મોરચાના સંયોજક શ્રી હિતેશભાઇ મેતા, સતિષભાઇ શીંગાળા, મહિલા મોરચા પ્રમુખશ્રી રસીલાબેન સોજીત્રા, જીલ્લા આઇ. ટી. મીડીયા ઇન્ચાર્જશ્રી હીરેન જોશી સહિતના તાલુકા મંડળના યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. (૬.૨૦)

(3:55 pm IST)