Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ઈન્ડિયન ડેન્ટલ એસોસીએશન દ્વારા કાલે દાંતના રોગોનો ફ્રી નિદાન કેમ્પ : માર્ગદર્શન

વ્યસનમુકિત સાથે જનજાગૃતિ અભિયાન : દર્દીઓને દવાનું વિતરણ

રાજકોટ, તા. ૧૪ : ઈન્ડિયન ડેન્ટલ એસોસીએશન, રાજકોટ દ્વારા સ્વચ્છ મુખ અભિયાન અંતર્ગત તથા ચમત્કારીક હનુમાનજી મંદિર કમીટીના ઉપક્રમે દાંતના રોગોના ફ્રી નિદાન કેમ્પનું આયોજન તા.૧૫ ના કરવામાં આવેલ છે. કેમ્પમાં દાંતની સંપૂર્ણ તપાસ, દાંતની જાળવણીની તમામ માહિતી તદુપરાંત વ્યસનને લીધે થતા મોંના રોગોનું નિદાન અને વ્યસન મુકિત માટેનું માર્ગદર્શન અને જરૂરીયાતમંદ દર્દીઓને દવાનું વિતરણ રાજકોટ અનુભવી દાંતના ડોકટરો દ્વારા કરવામાં આવશે.

તા.૧૫ના મંગળવાર સાંજે ૫ થી ૧૧ શ્રી ચમત્કારીક હનુમાન મંદિર, એ.જી. ચોક ખાતે કેમ્પ આઈડીએ ગુજરાત સ્ટેટ બ્રાંચના પ્રેસીડેન્ટ ડો.બિમલભાઈ વસાણી, રાજકોટ બ્રાંચના પ્રેસીડેન્ટ ડો. વિપુલભાઈ કોટેચા, સેક્રેટરી ડો. ધર્મેન્દ્ર ચંદારાણા અને સીડીએચ ચેરપર્સન ડો. રચના ચોલેેરાના માર્ગદર્શન હેઠળ કેમ્પ થયેલ છે. આ કેમ્પ દરમિયાન વિવિધ જનજાગૃતિ અભિયાનનું પ્રસ્તુતિકરણ રાખવામાં આવેલ છે. (૧) કોઈપણ સારા ટૂથબ્રશ, ટૂથપેસ્ટ દિવસમાં બે વાર સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલા અચુક બ્રશ યોગ્ય પદ્ધતિથી કરો. (૨) ગળ્યા ચીકણા પદાર્થો ભોજનના અંતે શકય હોય તો લો. (૩) જમ્યા પછી કોગળા કરી શકય બને તો કોરૂ બ્રશ ફેરવી દાંત સાફ કરો. (૪) સોપારી, તમાકુ અને તેની બનાવટનો ઉપયોગ ટાળો (૫) દાંતમાં તકલીફ હોય ત્યારે ડેન્ટીસ્ટ પાસે મુલાકાત લેવી.

તસ્વીરમાં તબીબો સર્વેશ્રી ડો.બિમલભાઈ વસાણી, ડો.ધર્મેન્દ્ર ચંદારાણા, ડો.તેજસભાઈ ત્રિવેદી, ડો.નિલેશભાઈ રૂઘાણી અને ડો.રચના ચોલેરા નજરે પડે છે.

(12:49 pm IST)