Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

રાજકોટ સિવિલ કોવિડ-૧૯ હોસ્પીટલમાં કોરોનાની સારવાર અર્થે દાખલ થયેલ દર્દીને તાત્કાલીક ટોસિલીઝુમેબ નામનું ઇન્જેકસન આપવાનુ ખોટુ બહાનું બતાવી વિશ્વાસમાં લઇ દર્દીના સગાને ડૉકટર તરીકે ખોટી ઓળખ આપી રૂ.૪૫,૦૦૦ પડાવવાનું કાવત્રુ રચી ઇન્જેકસન નહીં આપી ઠગાઇ કરનાર શખ્સને પકડી પાડતી પ્ર.નગર પોલીસ: ડોકટરનો સ્વાંગ રચનાર ભાજપ આગેવાન સંજય ગોસ્વામીનું નામ ખુલ્યું

રાજકોટઃ શહેરની સિવિલ કોવિડ હોસ્પિટલમાં ગઇ તા.૮.૪/૨૦૨૧ થી તા.૧૨/૪/૨૦૨૧ ના સમય દરમ્યાન જન્તિભાઇ ત્રીભોવનભાઇ સીંસાગીયા રહે લક્ષ્મીવાડી શેન.૧૫ દેવછાયા" રાજકોટ વાળાની ભાણેજ ઉર્મિલાબેન કે જેઓને કોરોના પોઝીટીવ આવેલ હોય અને તેણીની સારવાર અહી અર્થે રાજકોટ કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હોય અને તેઓની સારવાર માટે મયુર હસમુખભાઇ ગોસાઇ રહે.રાજકોટ વાળાએ ફોન કરી કોરોના પોઝીટીવ દર્દીને તાત્કાલીક ટોસિલીઝુમેબ નામનુ ઇન્જેકસન આપવું પડશે તેવી વાત કરી ફોન ઉપર ડોક્ટર તરીકે સંજય બચુભાઇ ગોસ્વામી રહે.રાજકોટ વાળાએ ખોટી ઓળખાણ આપી દર્દીને તાત્કાલીક ટોસિલિઝુમેબ નામનુ ઇન્જેકશન આપવું પડશે તેવી વાત કરી ઇન્જેકશની વ્યવસ્થા કરવાનું કહેલ જેથી કોરોના પોઝીટીવ દર્દીના સગા જેન્તીભાઇએ સદરહુ ઇન્જેકસન બાબતે તપાસ કરતા ઇન્જેકસન નહી મળતા ફરી મયુર ગોસાઇને ફોન કરી ઇન્જેકશન મળેલ નથી તેવી વાત કરતા આ મયુર ગોસાઇએ ફરીયાદીને કહેલ કે આ ઇન્જેકસન ડોકટર બહારથી મંગાવી પેસન્ટને આપી દે તો ચાલશે તેવી વાત જેન્તીભાઇને કરતા તેઓ વિશ્વાસમાં આવી જતા ઇન્જેકસન બહારથી મંગાવી પેસન્ટ પોતાના ભાણેજ ઉર્મીલાબેનને આપવાની હા પાડેલ અને આ મયુર ગોસાઇ તથા ડોકટર તરીકેની ખોટી ઓળખ આપનાર સંજય ગોસ્વામીએ પેસન્ટ ઉર્મીલાબેનને આ ઇન્જેકસન આપી દિધેલ છે તે ઇન્જેકસનના રૂ.૪૫,૦૦૦/ તથા અનુલતાએ બીજી રકમ આપવાનું જેન્તીભાઇને વિશ્વામાં લઇ બદદાનતથી ઠગાઇ કરવાના ઇરાદો તપાસ દરમ્યાન જણાય આવતા મયુર ગોસાઇ તથા સંજય ગોસ્વામી વિરૂધ્ધ પ્ર.નગર પો.સ્ટે. ખાતે આઇ.પી.સી કલમ-૪૦૬, ૪૨૦, ૧૭૦, ૧૨૦-બી, મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તેમજ સંયુક્ત પો.કમિ.સા.શ્રી ખુરશીદ અહેમદના તથા ના.પો.કમિ.શ્રી પ્રવિણકુમાર ઝોન-૧ તથા ના.પો.કમિશનર મનોહરસિંહ જાડેજા ઝોન-ર નાઓના માર્ગદર્શન હેઠળ તથા મદદનિશ પો.કમિ.પી.કે.દિયોરાએ આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ બાબતે તાત્કાલીક તપાસ કરી શોધી કાઢી ધોરણસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે માર્ગદર્શન તથા સુચના આધારે તપાસ કરી આરોપી મયુર હસમુખભાઇ ગોસાઇ રહે રાજકોટ વાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ સદરહુ આરોપીએ આવા કોઇ કોરોના પેસન્ટ દર્દીઓના સગા-વહાલા સાથે આવા કોઇ બીજા કોઇ ગુન્હા આચરેલ છે કે કેમ ? તેની સઘન તપાસ ચાલુ છ

 

મયુર સાથે  ડોક્ટર તરીકેની ખોટી ઓળખ આપનાર સંજય બચુગીરી ગોસ્વામી રહે. રાજકોટનું નામ ખુલતા શોધખોળ હાથ ધરાઈ છે.

આ કામગીરી પ્ર.નગર પો.સ્ટે. પોલીસ ઇન્સપેક્ટર એલ એલ ચાવડા, પો.સબ ઇન્સ. કે.ડી.પટેલ, એ.એસ.આઇ સંજયભાઇ દવે, પો.હેડ કોન્સ જનકભાઇ ફુગશીયા તથા દેવશીભાઇ ખાંભલા તથા વિજયરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ.હરેશભાઇ કુકડિયા તથા અશોકભાઇ હુંબલ તથા અક્ષયભાઇ ડાંગર તથા મહાવિરસિંહ જાડેજા તથા યુવરાજસિંહ જાડેજા તથા કુલદિપસિંહ સહિતે કરી છે.

(8:44 pm IST)
  • ઓક્સિજનની સુવિધા માટે ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો : IAS અધિકારી એ.બી.પંચાલની ઇન્ચાર્જ તરીકે કરાઇ નિમણૂંક access_time 11:41 pm IST

  • રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ થયા કોરોના સંક્રમિત : સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા access_time 7:57 pm IST

  • લોકસભાના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આજે પશ્ચિમ બંગાળમાં સહુ પ્રથમ ચૂંટણી રેલી : ઉત્તર દિનાજપુરના ગોલાપોખર અને દાર્જિલિંગના બગડોગરા ખાતે જાહેર સભાને સંબોધન કરશે access_time 1:30 pm IST