Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

વાહ...બાળ કોરોનાં વોરીયર્સે લોધીકા તાલુકાને ૧૦૦% વેકસીનેશનમાં સહયોગ આપી અપાવ્યો નં. ૧

રાજકોટ તા. ૧૪ :.. કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે, તેનાથી સુરક્ષિત રહેવા વધુમાં વધુ ૪પ થી ૬૦ વર્ષની વયના લોકો કોરોના વેકસીન લે તે દિશામાં રાજય સરકારશ્રી દ્વારા ઉચ્ચ અધિકારીઓ સતત પ્રયાસો કરી રહેલ છે.

લોધીકા તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં ગ્રામીણજનો તથા ઔદ્યોગિક વસાહત રાવકી, ખીરસરા, મેટોડા, હરીપર પાળ, છાપરા વિગેરેના મજૂરો કોરોનાની ઝપેટમાં આવતા, કોરોના સંક્રમણ અટકાવવા વેકસીનેશન વધુમાં વધુ થાય તે દિશામાં શું શું કરી શકાય તે દિશામાં વિચાર કરતા નવો જ વિચાર (આઇડીયા) મનમાં આવ્યો.

ખાનગી તેમજ સરકારી પ્રાથમિક શાળાઓ કોરોનાના કારણે બંધ છે. પરંતુ શિક્ષકો દ્વારા ઓનલાઇન શિક્ષણ ચાલુ છે. તો વેકસીનેશનમાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ - શિક્ષકો બાળકોના વાલીઓ સાથે સીધા સંપર્કમાં હોય, અને અભણ - અલ્પશિક્ષિત માતા-પિતા-દાદા-દાદીને બાળકો વેકસીનના ફાયદા સમજાવે સાથો સાથ પ્રવર્તતી ગેરમાન્યતાઓ વિશે માહિતગાર  કરે તો ગામડાઓમાં કોરોનાની વેકસીનની ટકાવારી વધે.

આમ તા. પ એપ્રિલના રોજ તમામ ખાનગી - સરકારી પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓને મામલતદાર - તાલુકા વિકાસ અધિકારી અધ્યક્ષ સ્થાને મીટીંગ રાખવામાં  આવી.

મીટીંગમાં આચાર્યશ્રીઓ સાથે વધુમાં વધુ ગામડાઓમાં કોરોના વેકસીનેશન થાય તે માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી અને દરેક શિક્ષકોને ઓનલાઇન શિક્ષણ આપતી વખતે બાળકોને કોરોનાના રોગ, તેની સારવાર તથા વેકશીનના ફાયદા - વેકસીન સંબંધે ગામડાઓમાં પ્રવર્તતી ગેર માન્યતા સંબંધે માહિતગાર કરવા જણાવવામાં આવ્યું.

વાલીઓના વોટસઅપ ગ્રુપમાં રાજય સરકારના આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલ કોરોના વાયરસ-વેકસીન સંબંધેનું લીટરેચલ, ટેમ્ફલેટ, જનજાગૃતિના સાહિત્યની પીડીએફ બનાવી બાળકો વાલીઓ સુધી પહોંચાડવાનું નકકી કરવામાં આવ્યુ અને આ માટે વ્હોટસઅપ ગ્રુપ બનાવી, બાળકો પોતાના દાદા, દાદી, માતા, પિતાને વેકસીનના ફાયદા જણાવતો પત્ર લખે અને આવા પત્રની આપલે કરતો ફોટો ગ્રુપમાં મુકવા જણાવવામાં આવ્યું. સાથો-સાથ કોરોના વેકસીન માટે પ્રેરિત કરવા બદલ બાળકોને કોરોના વોરિયર્સના પ્રમાણપત્ર આપવા નકકી કરવામાં આવ્યું. તેમજ દરેક ગામમાં વાલી સમિતિની મીટીંગ પણ યોજવા, ઝૂંબેશરૂપે આ વેકસીનેશનની કામગીરી કરવા તમામ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓને ભારપૂર્વક જણાવવામાં આવ્યું.

દરેક પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓએ અને શિક્ષકો બાળકોએ આ વેકસીન અપાવવાની કામગીરી હોંશપુર્વક, ઉત્સાહપૂર્વક કરતા, ડોર ટુ ડોર, ઘર ઘર સુધી ઇન્ટરનેટ દ્વારા પ્રચાર-પ્રસાર કરાવામાં આવતા, અઠવાડીયામાં ખુબ જ સારૂ પરિણામ સામે આવ્યું. જેના પરિણામે લોધીકા તાલુકામાં નીચે મુજબ વેકસીનેશનની કામગીરી થયેલ છે.

ક્રમ

 

વિગત

વસ્તીની

વેકસીન લેનારની    ટકાવારી

 

 

 

સંખ્યા

સંખ્યા

૧.

સર્વે મુજબ ૪પ થી પ૯

૪૧૯૧

૪૧૯૧

૧૦૦%

 

વય ધરાવતા નાગરીકો

 

 

 

ર.

સર્વે મુજબ ૬૦ વયથી

પ૧૭૦

પ૧૬૯

           ૯૯.૯૯%

 

ઉપરના નાગરીકો

 

 

 

આમ લોધીકા તાલુકાએ ગુજરાત અને રાજકોટ જિલ્લામાં પ્રથમ નંબર ઉપર છે.

આ કામગીરીમાં પ્રાથમિક શાળાના શિક્ષકો, તલાટી કમ મંત્રીશ્રી, પોલીસ કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ, મહેસુલી કર્મચારીઓની સઘત ઝૂંબેશ થકી, લોધીકા તાલુકો કોરોના વેકસીનેશનમાં રાજકોટ જિલ્લામાં પ્રથમ ક્રમાંક રહેલ છે. આવા સહિયારા પ્રયાસોમાં ગામ લોકો, આગેવાનોએ સહયોગ આપેલ છે તે બદલ હૃદયપૂર્વક આભાર માનવામાં આવે છે.

(3:52 pm IST)
  • વાંકાનેર લોહાણા મહાજનના પ્રમુખ કાકુભાઈ મોદીના ધર્મપત્નિ કોરોના સામે જંગ હારી ગયા : વાંકાનેર લોહાણા મહાજનના પ્રમુખ શ્રી કાકુભાઈ મોદીના ધર્મપત્નિ કોરોના સામે જંગ હારી ગયા. વાંકાનેરમાં પણ કોરોનાનો ભયજનક આતંક છવાયો છે. access_time 1:00 pm IST

  • કાલે ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન : રાજ્ય ચૂંટણી આયોગના આંકડા મુજબ 18 જિલ્લામાં 51176 પોલિંગ બુથ પર મતદાન : 18 જિલ્લાના 31,64,162 મતદારો સવારે 7 થી સાંજે 6 દરમિયાન પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ : અયોધ્યા, આગ્રા, કાનપુર, ગાઝિયાબાદ અને ગોરખપુરમાં થશે મતદાન access_time 12:39 am IST

  • રાજકોટમાં દાણાપીઠના વેપારીઓનું આવતીકાલ ગુરૂવાર ૧૫ એપ્રિલથી રવિવાર ૧૮ એપ્રિલ ૨૦૨૧ સુધી અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રહેશે : રાજકોટ દાણાપીઠમાં આવેલી હોલસેલ અને રીટેલની અંદાજે ૨૫૦ જેટલી દુકાનો સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી ખુલ્લી રહેશે તેવુ એસોસીઍશનના હોદ્દેદારો દ્વારા જાણવા મળે છે access_time 5:22 pm IST