Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

મનપાના કોમ્યુનિટી હોલ ઈન્ડોર સ્ટેડીયમમાં હોસ્પીટલની શકયતા ચકાસતા પ્રદીપ ડવ

આર્કિટેકટ, સ્ટ્રકચર ઈજનેરોને ચકાસણી કરવા સૂચનાઃ ઉદ્યોગકારો, બિલ્ડર એસો.ના સહયોગથી ઓકિસજન સાથેની કુલ પ૦૦ બેડની વ્યવસ્થાવાળી કામચલાઉ હોસ્પીટલ ઉભી કરવા આયોજન કરતા મેયર

રાજકોટ તા. ૧૪: શહેરમાં મ.ન.પા.નાં કોમ્યુનિટી હોલ ત્થા ઇન્ડોર સ્ટેડિયમ, મેદાનો વગેરેમાં કામચલાઉ ધોરણે કુલ પ૦૦ બેડની વ્યવસ્થાવાળી હોસ્પીટલોનું આયોજન યુવા મેયર પ્રદીપ ડવે કર્યું છે.

આ અંગે મેયરશ્રીએ જણાવ્યું હતું કે ''કોરોનાનાં દર્દીઓ માટે બેડની અછત દુર કરવા અમૃત ઘાયલ હોલ બાદ હજુ મ.ન.પા.નાં બીજા કોમ્યુનિટી હોલ, રેસકોર્ષ ઇન્ડોર સ્ટેડિયમ અને ખુલ્લા મેદાનમાં ડોમ નાંખીને ઓકસીજનવાળી પ૦૦ જેટલી બેડની વ્યવસ્થાવાળી કામચલાઉ હોસ્પીટલો ઉભી કરવા માટે મેયરશ્રીએ આ માટે આર્કિટેકટ અને સ્ટ્રકચર ઇજનેરોને કોમ્યુનીટીહોલ, ઇન્ડોર સ્ટેડિયમમાં ઓકસીજન બેડ વાળી હોસ્પીટલ શકય છે કે કેમ? તેની તપાસ કરવા સુચનાઓ આપી છે.

જેનો રિપોર્ટ આવ્યા બાદ જે કોમ્યુનિટી હોલમાં હોસ્પીટલ બનાવવા નિર્ણય લેવાશે ત્યાં મેટોડા જી.આઇ.ડી.સી., શાપર-વેરાવળ જી.આઇ.ડી.સી.નાં ઉદ્યોગકારો ત્થા બિલ્ડર એસો.નાં સહયોગથી ઓકસીજન વાળી બેડ સાથેની હોસ્પીટલો શરૂ કરાવવા આયોજન કરાયું છે.

(3:47 pm IST)