Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

રણછોડનગરમાં વૃદ્ધા લીલાવંતીબેનના સોનાની માળાની ચીલઝડપ કરનાર પ્રિતેશ પકડાયો

થોરાળા પોલીસે પ્રિતેશને ૮૦ ફુટ રોડ પરથી દબોચ્યો

રાજકોટ તા. ૧૪ : શહેરના રણછોડનગરમાં વૃદ્ધાના સોનાની માળાની ચીલઝડપ કરનાર શખ્સને થોરાળા પોલીસે ૮૦ ફુટ રોડ અમુલ સર્કલ પાસેથી પકડી લીધો છે.

મળતી વિગત મુજબ એંસીફુટ રોડ પર અમુલ સર્કલ પાસે એક શખ્સ ઉભો હોવાની થોરાળા પોલીસ મથકના કોન્સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા અને કિરણભાઇને બાતમી મળતા પી.આઇ. બી.એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ. આઇ. એચ. જી. ગોહીલ, હેડ કોન્સ આનંદભાઇ, કોન્સ વિજયભાઇ મેતા, કિરણભાઇ પરમાર, યુવરાજસિંહ રાણા તથા અમરદીપસિંહ જાડેજા સહિતે ૮૦ ફુટ રોડ અમુલ સર્કલ પાસેથી પ્રીતેશ રાજુભાઇ આચાર્ય (ઉ.રપ) (રહે. માર્કેટયાર્ડ આર.ટી.ઓ ઓફીસ પાસે શિવનગર-૧ બ્લોક નં.૩૧૩) ને જીજે.૩ એલપી ૪ર૪૧ નંબરના એકસેસ સાથે પકડી લઇ તલાશી લેતા તેની પાસેથી રૂ.૩૭૩૩૬ની કિંમતની સોનાની લગડી મળી આવતા પોલીસે તેની પુછપરછ કરતા તેણે બાર દિવસ પહેલા રણછોડનગર શેરી નં.૬માં ચાલીને ઘરે જઇ રહેલા વૃધ્ધા લીલાવંતીબેન પ્રભુલાલભાઇ શાહ (ઉ.૭ર) (રહે. રણછોડનગર-૮) ની સોનાની માળાની ચીલ ઝડપ કર્યાની કબુલાત આપતા થોરાળા પોલીસે પ્રીતેશની અટકાયત કરી બીડીવીઝન પોલીસને સોંપતા પી.એસ.આઇ. બી.બી.કોડીયાતરે તપાસ હાથ ધરેલ છે.

(3:44 pm IST)