Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ખોડીયારનગરમાં કારખાનામાંથી દારૂની ૧પ બોટલ સાથે રવી અને દીપક પકડાયા

જીવરાજ પાર્ક પાસેથી નીતીન દારૂની છ બોટલ સાથે ઝડપાયો

રાજકોટ તા. ૧૪: ગોંડલ રોડ ખોડીયારનગરમાં આવેલા કારખાનામાંથી દારૂની ૧પ બોટલ સાથે બે ને માલવીયાનગર પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર આવેલા એક કારખાનામાં દારૂનો જથ્થો પડયો હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજાને બાતમી મળતા પીઆઇ. કે. એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. વી. કે. ઝાલા, હેડ કોન્સ મસરીભાઇ, યુવરાજસિંહ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, મહેશભાઇ, રોહીતભાઇ તથા હિતેષભાઇ સહિતે ગોંડલ રોડ ખોડીયાનગરમાં આવેલા અમીધારા પ્રા. લી. નામના કારખાનામાં દરોડો પાડી તલાશી લેતા ઓફીસની સીડી નીચે છૂપાવેલ રૂ. ૭પ૦૦ની કિંમતની વિદેશી દારૂની ૧પ બોટલ મળી આવતા કારખાનામાં રહેતા દીપક જીવરાજભાઇ સવસાણી (ઉ.વ. ૩૮) અને એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નં. ર ના રવી દીપકભાઇ સારેસા (ઉ.વ. રર) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

જીવરાજ પાર્કમાંથી દારૂ સાથે નીતીન પકડાયો

તાલુકા પોલીસ મથકના પીઆઇ. જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન. ડી. ડામોર, એએસઆઇ આર. બી. જાડેજા, હેડ કોન્સ. વિજયગીરી ગોસ્વામી, મોહશીનખાન, કોન્સ. અરજણભાઇ હરસુખભાઇ, હર્ષરાજસિંહ અને ધર્મરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ. આર. બી. જાડેજા, હેડ કોન્સ. મોહશીનખાનને મળેલી બાતમીના આધારે કાલાવડ રોડ સ્પીડવેલ ચોકની બાજુમાં જીવરાજ પાર્કના ગેઇટ પાસેથી દારૂની છ બોટલ ભરેલા થેલા સાથે નીતીન જયસુખભાઇ મોરીધરા (ઉ.વ.૩૦) (રહે. ભકિતધામ સોસાયટી, ૪૦ ફુટ રોડ) ને પકડી લઇ રૂ. ૯૦૦૦ ની મતા કબજે કરી હતી.

(3:05 pm IST)