Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

શહેર ભાજપ દ્વારા ડો. આંબેડકરજીને પુષ્પાંજલિ

હાલ દેશમાં કોરોના વાઈરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિ હોય કેન્દ્ર સરકાર અને રાજય સરકારના આદેશોનુસાર સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવુ અતિ આવશ્યક હોય તેને ઘ્યાનમાં રાખીને દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની  જન્મજયંતીની ઉજવણી અંતર્ગત શહેર ભાજપ દ્વારા સીવીલ હોસ્પિટલ ચોક ખાતે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ. ત્યારબાદ શહેરના તમામ બુથમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ  જાળવીને ડો. બાબાસાહેબ આંબેડકરજીને પુષ્પાંજલી અર્પણ કરવામા  આવેલ હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ,  મેયર ડો. પ્રદિપ ડવ, ધારાસભ્ય અરવીંદ રૈયાણી,  બીનાબેન આચાર્ય, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, યુવા મોરચાના પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, કાર્યાલય મંત્રી હરેશ જોષી,  પી.નલારીયન પંડિતે જહેમત ઉઠાવી હતી.

(3:02 pm IST)
  • દેશમાં કોરોના કેસમાં ભયાનક ઉછાળો :પહેલીવાર નવા કેસનો આંક 2 લાખ નજીક પહોંચ્યો : તમામ રેકોર્ડ તૂટયા : એક્ટિવ કેસમાં ધરખમ વધારો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,99,376 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,40,70,890 થઇ :એક્ટિવ કેસ 14,65,877 થયા : વધુ 93,418 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,24,26,146 સાજા થયા :વધુ 1037 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,73,152 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 58,952 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 20,439 કેસ, દિલ્હીમાં 17,282 કેસ , છત્તીસગઢમાં 14,250 કેસ અને કર્ણાટકમાં 11,265 કેસ નોંધાયા access_time 1:12 am IST

  • રાજકોટ કોમોડિટી એક્સચેન્જના CEO શ્રી પી.બી. પાઠકનું દુઃખદ અવસાન : કોરોના સામે જંગ હારી ગયા : રાજકોટનું વધુ એક રત્ન કોરોનાએ છીનવી લીધું access_time 11:20 pm IST

  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ કોરોના : યોગી આદિત્યનાથ સંક્રમિત થયા છે રિપોર્ટ પોઝીટીવ આવ્યો છેઃ મુખ્યમંત્રી કાર્યાલયમાં અનેક કર્મચારીઅોને કોરોના થતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આઈસોલેટ થયા હતા access_time 1:18 pm IST