Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન

સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં સપડાયેલું છે ત્યારે શહેર યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજી જરૂરીયાતમંદ દર્દીઓને સહાયરૂપ બનવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયું હતું. એક હોસ્પિટલથી બહારગામથી સારવાર લેવા આવેલ દર્દીને તાત્કાલીક લોહીની જરૂરીયાત પડતા શહેર યુવા ભાજપ મહામંત્રી પૃથ્વીસિંહ વાળાનો સંપર્ક કરતા તેઓ આ કાર્યમાં સહભાગી બન્યા હતા. આ તકે વોર્ડ નં. ૧ ના ભાજપ મહામંત્રી અને યુવા ભાજપ અગ્રણી જયરાજસિંહ જાડેજા, શ્યામલભાઇ દાવડા અને પરષોતમભાઇ કુબાવત બ્લડ બેંક ખાતે જઇ બ્લડ ડોનેટ કરી સંવેદનશીલતાનું ઉદાહરણ પુરૃં પાડયું હતું.

(2:57 pm IST)
  • રાજકોટમાં દાણાપીઠના વેપારીઓનું આવતીકાલ ગુરૂવાર ૧૫ એપ્રિલથી રવિવાર ૧૮ એપ્રિલ ૨૦૨૧ સુધી અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રહેશે : રાજકોટ દાણાપીઠમાં આવેલી હોલસેલ અને રીટેલની અંદાજે ૨૫૦ જેટલી દુકાનો સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી ખુલ્લી રહેશે તેવુ એસોસીઍશનના હોદ્દેદારો દ્વારા જાણવા મળે છે access_time 5:22 pm IST

  • ઉત્તર પ્રદેશમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : રાજ્યના 12થી વધુ આઈએએસ અધિકારીઓ કોરોના સંક્રમિત : સીએમ કાર્યલયમાં પણ કોરોના ઘુસ્યો : યોગી આદિત્યનાથની ઓફિસમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને કોરોના વળગ્યો access_time 1:03 am IST

  • પટણા એઈમ્સ હોસ્પિટલમાં આઈ.એ.એસ.અધિકારીને પ્રવેશ મળી શકે છે તો નિવૃત ફૉજીને કેમ નહીં ? : પટણામાં કોરોનાથી પીડિત નિવૃત્ત સૈન્ય અધિકારીનું એમ્બ્યુલન્સમાં મોત : નેશનલ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી આવી રહ્યા છે તેવું બહાનું કાઢ્યું : પટણા એઇમ્સે ભરતી કરવાનો ઇનકાર કર્યો : નિવૃત ફૌજીના મોતે આરોગ્ય તંત્ર સામે સવાલો ઉભા કરી દીધા access_time 8:59 pm IST