Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

આપ કતારમેં હૈ...દર્દીઓ સાથેની એમ્બ્યુલન્સની સિવિલ હોસ્પિટલ ખાતે રોજેરોજ જામતી આ કતારને જોઇને ડરો નહિ, જાગૃત બનો

કોરોના આપણને નહિ થાય એવુ સમજીને બેદરકારી ન દાખવીએઃ માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ-સેનેટાઇઝરને અપનાવીએઃ નિયમોનું પાલન કરીએ અને પ્રાર્થના કરીએ કે આપણે અહિ દેખાય છે એવી કતારમાં પહોંચવાની વેળા કયારેય ન આવે

રાજકોટઃ વૈશ્વિક મહામારી કોરોનાએ રાજકોટ શહેરમાં હાલમાં ખોૈફનો માહોલ ઉભો કર્યો છે. સંક્રમીત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને મૃત્યુ પણ સતત વધી રહ્યા છે. બે દિવસનો મૃત્યુઆંક ૧૧૧ થઇ ગયો છે. આ જોતાં જ એ સ્પષ્ટ થાય છે કે કોરોનાની આ વખતની થપાટ વધુ આકરી છે. સિવિલ હોસ્પિટલનું કોવિડ સેન્ટર તો કેટલાય દિવસથી હાઉસફુલ થઇ ગયું હતું. બીજા વોર્ડ ખાલી કરીને ત્યાં કોવિડ દર્દીઓ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી એ જગ્યાઓ પણ ભરાઇ ચુકી છે. દરરોજ નવા દર્દીઓની આવક તો ચાલુ જ રહી છે. ચોક્કસપણે આ ભયનો માહોલ ગણી શકાય. પરંતુ તંત્રવાહકો શહેરીજનોને આ ભયના માહોલમાંથી બહાર લાવવા માટે સતત મહેનત કરી રહ્યા છે. લોકોએ ડરવાની જરૂરી નથી, પણ ચેતી જવું એ અત્યંત જરૂરી છે. સિવિલ હોસ્પિટલે આ કતારો જામે છે એનો મતલબ એ છે કે અહિ મોટી સંખ્યામાં દર્દીઓ રોજ આવી રહ્યા છે અને તેમની સારવાર પણ થઇ રહી છે. તંત્ર પોતાની રીતે તૈયાર છે, સંક્રમણને અટકાવવા મથામણ કરી રહ્યું છે. પણ તંત્રને આ સમયે લોકોના સહયોગની પણ અત્યંત જરૂર છે.

તંત્ર કોઇ આર્થિક સહયોગની આશા નથી રાખતું. પરંતુ તમારાથી જે થઇ શકે એટલુ તો કરો. માસ્ક અચુક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો, સેનેટાઇઝર વાપરો. જરૂર ન હોય તો બહાર નીકળવાનું ટાળો, ગીરદીથી હાલના દિવસોમાં દૂર જ રહો. તંત્રવાહકો તો પોતાની રીતે મથી રહ્યા છે સંક્રમણને કાબુમાં લેવા માટે, તમે પોતે જાગૃત બની જાવ એ આજના સમયની માંગ છે. સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટર ખાતે દરરોજ દર્દીઓની આવક થતી રહે છે. કોવિડ સેન્ટરમાં દાખલ થવા માટે આવતા દર્દીઓને લઇને આવતી ૧૦૮ની અહિ તસ્વીરમાં દેખાય છે એ રીતની કતારો  રોજ જામતી રહે છે. આ તસ્વીર જોઇને, આ કતાર જોઇને પણ ચેતી જવું જરૂરી છે. આપણે સંક્રમિત નથી થયા કે થઇને બહાર નીકળી ગયા છીએ તો પણ સાવચેત રહેવું, સજાગ રહેવું અને બીજાને પણ સજાગ કરવા એ આપણી સોૈની ફરજ બની રહે છે. ડરવા કરતાં જાગૃત રહીએ એ વધુ જરૂર છે. આપણે નિયમોનું પાલન કરીએ અને સાથે એ પ્રાર્થના પણ કરીએ કે અહિ તસ્વીરમાં દેખાય છે એવી કતારમાં પહોંચવાની આપણા કોઇ માટે વેળા આવે નહિ. (ફોટોઃ સંદિપ બગથરીયા-આલેખન ભાવેશ કુકડીયા)

(2:57 pm IST)
  • કુંભ મેળો ચાલુ રાખવો કે બંધ? મીટીંગનો ધમધમાટ : હરિદ્વારમાં ચાલી રહેલ કુંભમેળામાં સંખ્યાબંધ ભાવિકોને કોરોના વળગતા કેન્દ્ર સરકાર અને ઉત્તરાખંડ સરકાર વચ્ચે કુંભ મેળો ચાલુ રાખવો કે બંધ કરવો તે અંગે ઘનિષ્ઠ ચર્ચા - વિચારણા આ લખાય છે ત્યારે ચાલી રહી છે : મોડી સાંજ સુધીમાં કુંભ મેળા અંગેનો અંતિમ નિર્ણય લેવાઈ જશે તેમ જાણવા મળે છે access_time 5:07 pm IST

  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ કોરોના : યોગી આદિત્યનાથ સંક્રમિત થયા છે રિપોર્ટ પોઝીટીવ આવ્યો છેઃ મુખ્યમંત્રી કાર્યાલયમાં અનેક કર્મચારીઅોને કોરોના થતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આઈસોલેટ થયા હતા access_time 1:18 pm IST

  • બેન્ગલોરને આજે લેવો છે એલિમિનેટરની હારનો બદલો : ગયા વર્ષે પ્લે-ઓફમાં હૈદરાબાદે વિરાટ સેનાને હરાવીને ટુર્નામેન્ટની બહાર કરી દીધી હતીઃ સાંજે ૭-૩૦થી જંગ access_time 2:58 pm IST