Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

જીવરાજ પાર્કના ગેઇટ પાસેથી નિતીનને ૯ હજારના વોડકા સાથે પકડી લેવાયો

તાલુકા પીઆઇ જે. વી. ધોળાની ટીમે ઝડપી લઇ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૪: સ્પીડવેલ ચોકની આગળ જીવરાજ પાર્કના ગેઇટ પાસે એક બ્લુ સફેદ ચેકસવાળા શર્ટ સાથે વિમલ લખેલો થેલો લઇને ઉભેલા શખ્સ પાસે દારૂનો જથ્થો હોવાની બાતમી પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ આર. બી. જાડેજા, મોહસીનખાન મલેકને મળતાં તેને સકંજામાં લઇ તલાશી લેતાં અંદરથી વોડકાની રૂ. ૯ હજારની બોટલો મળતાં કબ્જે કરી તેની ધરપકડ કરી હતી. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં જેને બાતમી મળી એ ટીમ તથા વિજયગીરી ગોસ્વામી, અરજણભાઇ ઓડેદરા, હરસુખભાઇ સાંબડ, હર્ષરાજસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણા સહિતે આ કાર્યવાહી કરી હતી.

(11:48 am IST)