Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

હત્યા-હત્યાના પ્રયાસના ગુનામાં બંને પોલીસમેન સહિત ૪એ રાત લોકઅપમાં વીતાવીઃ છરી કોણે ઝીંકી? બીજા કોણ-કોણ સામેલ? તે અંગે ગોળ-ગોળ વાતો

રાજકોટઃ ઇન્દિરા સર્કલ પાસે બુધવારે રાત્રે જસદણના કાઠી યુવાન કુલદીપ ખવડની હત્યા અને તેના મિત્ર અભિલવ ખાચરની હત્યાના પ્રયાસના ગુનામાં પકડાયેલા ચાર આરોપી અર્જુનસિંહ શત્રુઘ્નસિંહ ચોૈહાણ (દરબાર) (ઉ.૨૫-રહે. પ્રજાપતિ સોસાયટી-૬, આશાપુરા કૃપા બાલાજી હોલ પાસે), પોલીસમેન હિરેન સુરેશભાઇ ખેરડીયા (દરજી) (ઉ.૨૩-રહે. બ્રહ્માણી કૃપા, શ્રીનાથજી સોસાયટી-૫, મવડી રોડ), પોલીસમેન વિજય રાયધનભાઇ ડાંગર (આહિર) (ઉ.૨૭-રહે. અક્ષર પાર્ક ગંગોત્રી ડેરીવાળી શેરી, રૈયા ચોકડી) તથા પાર્થ શૈલેષભાઇ દોશી (વાણિયા) (ઉ.૨૨-રહે. ન્યુ રાજદિપ સોસાયટી-૩, બાલાજી હોલ પાસે)ની વિશીષ્ટ ઢબે પુછતાછ કરવામાં આવી હતી. જો કે આ ચારેયે હત્યામાં પોતાના ચાર સિવાય બીજા કોઇ સામેલ નહિ હોવાનું રટણ કર્યુ છે. ચારેયએ રાત લોકઅપમાં વીતાવી હતી. છરી કોણે-કોણે ઝીંકી, એ પછી છરીઓ કયાં ફેંકી? બીજા કોણ-કોણ સામેલ હતાં? તે સહિતના સવાલો સામે ચારેય ગોળગોળ વાતો કરી રહ્યા હોઇ વિશેષ હકિકતો ઓકાવવા રિમાન્ડ માંગણી કરવા તજવીજ હાથ ધરાઇ છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી પી.કે. દિયોરાની રાહબરીમાં પી.આઇ. વી. વી. ઓડેદરા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીનભાઇ પટેલ, કોન્સ. વનરાજ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, કિશોરભાઇ ઘુઘલ, ગોપાલભાઇ પાટીલ, દિગ્વીજયસિંહ ગોહિલ, હિતેન્દ્રસિંહ ઝાલા, દિનેશભાઇ સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(12:36 pm IST)