Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

નાણાવટી ચોક પરમેશ્વર-૧ના ખુણે વરલી રમાડતો ઇબ્રાહીમ સુમરા પકડાયો

રાજકોટઃ ગાંધીગ્રામ નાણાવટી ચોક પરમેશ્વર સોસાયટી ૨૫ વારીયા શેરી નં. ૧માં રાજભોગ રેસ્ટોરન્ટ પાછળ રહેતો ઇબ્રાહીમ ઇદ્રીશભાઇ આમરોનીયા (સુમરા) (ઉ.૩૦) ઘર નજીક ચોકમાં ઉભો રહી વરલી ફીચરના આંકડા પર જૂગાર રમાડતો હોઇ યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. હરેશભાઇ પરમાર, કોન્સ. પુષ્પરાજસિંહ જાડેજા સહિતે પકડી લઇ મોબાઇલ ફોન, બોલપેન, રોકડા મળી રૂ. ૧૦,૧૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(12:36 pm IST)