Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

વેજાગામમાંથી અજાણ્યા વૃધ્ધની લાશ મળીઃ વાલીવારસની શોધખોળ

રાજકોટઃ કાલાવડ રોડ પર વેજાગામ વાજડી પાસેથી  અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધની લાશ મળતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. જયંતિભાઇ સોંદરવા તપાસ કરે છે. ૧૦૮ના ઇએમટી ભાવનાબેન ડોડીયાએ જાણ કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ઝાલાએ યુનિવર્સિટી પોલીસને ઘટના સ્થળે જઇ તપાસ કરવા જાણ કરી હતી. વૃધ્ધનું મોત બિમારીથી થયાની શકયતા છે. વાલીવારસની યુનિવર્સિટી પોલીસે શોધખોળ હાથ ધરી છે.

 

(12:35 pm IST)