Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

કુવાડવામાંથી ૧૭ વર્ષની સગીરા ગૂમઃ પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો

રાજકોટઃ કુવાડવામાં રહેતાં કોળી પરિવારની ૧૭ વર્ષની દિકરી ગૂમ થતાં પોલીસે સગીર ગૂમ થવાના કિસ્સામાં તાકીદે અપહરણનો ગુનો નોંધ્યો છે. પી.આઇ. એમ.આર. પરમાર, હીરાભાઇ રબારી અને હિતેષભાઇ ગઢવીએ આ બારામાં કુવાડવાના દિનેશભાઇ અમરશીભાઇ બાહુકીયા (કોળી)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધ્યો છે. તેમની ૧૭ વર્ષની દિકરી તા. ૯ના બપોરે બે વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ ગાયબ થઇ હતી. શોધખોળ બાદ પણ પત્તો ન મળતાં પોલીસને જાણ કરતાં પોલીસે કોઇ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(12:35 pm IST)