Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

જનરલ બોર્ડની પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશબંધી હટાવવા પ્રશ્ને મેયરને ઘેરાવ

મતદાર એકતા મંચના નેજા હેઠળ ઉગ્ર રજૂઆત : ડો.જૈમન ઉપાધ્યાય અને અશોક પટેલ વચ્ચે તુ-તુ-મે-મે

રાજકોટ,તા.૧૪: રાજકોટ એકતા મતદાર મંચના નેજા હેઠળ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન કબ્જે કરો કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જે અન્વયે જનરલ બોર્ડની પ્રક્ષ્ેાક ગેલેરીમાં પ્રવેશબંધી હટાવવાની માંગ સાથે ગઇકાલે સાંજે મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાયનો ઘેરાવ કર્યો હતો અને મેયર અને અશોક પટેલ વચ્ચે તુ તુ મે મે થવા પામી હતી.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ  દર મહિને મળતા જનરલ બોર્ડમાં છેલ્લા કેટલાક સમયથી પ્રેક્ષેક ગેલેરીમાં પ્રવેશબંધી લગાવવામાં આવી છે ત્યારે રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા આગામી ગુરૂવારે મળનાર સામાન્ય સભામાં પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશબંધી હટાવવાની માંગ સાથે ગઇકાલ સાંજે ૭ કલાકનાં સુમારે અશોક પટેલની આગેવાનીમાં મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાયને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ મેયરે આ અંગે હકરાત્મક પ્રત્યુતર  નહિ આપતા એકતા મંચ દ્વારા મેયરનો ઘેરાવ કર્યો હતો.

દરમિયાન જનરલ બોર્ડની પ્રક્ષ્ેાક ગેલેરીમાં પ્રવેશ હટાવવા પ્રશ્ને  મેયર અને અશોક પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. આ અંગે અશોક પટેલ સહિતનાં મંચનાં કાર્યકર્તાઓ દ્વારા જનરલ બોર્ડના દિવસે રેસકોર્ષ સ્થિત મેયર બંગલા બહાર નહિ નીકળવા ચીમકી આપતા મેયર પણ ઉગ્ર થયા હતા.

ઉપરોકત તસ્વીરમાં કારમાં મેયર ડો.જૈમનભાઇ અને એકતા મંચનાં અશોક પટેલ સહિતનાં કાર્યકર્તાઓ વચ્ચે થયેલ બોલાચાલી કરતા નજરે પડે છે. અન્ય તસ્વીરમાં પી.એ ટુ મેયર કનુભાઇ હિંડોચા તથા કર્મચારીઓ, વિજીલન્સ પોલીસનાં સ્ટાફ નજરે પડે છે.(૨૮.૧૨)

(4:07 pm IST)