Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

હિરાસર એરપોર્ટઃ બાઉન્ડ્રી વોલનું નિરીક્ષણ કરતી મુંબઇની ટીમ...

રાજકોટ : અહીંથી ર૦ કિ. મી. દૂર હિરાસર નજીક બનનારા આંતર રાષ્ટ્રીય હિરાસર એરપોર્ટનું કામ યુધ્ધની ગતિએ શરૂ થયું છે, બાઉન્ડ્રી વોલ ર૩ કિ.મી.ની પુરી કરી લેવાઇ છે, આ અંગે આજે મુંબઇથી આવેલી એક સ્પે. ટીમ અને રાજકોટના  અધિકારીઓ તથા ડે. કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાની દ્વારા સ્થળ વિઝીટ કરી નિરીક્ષણ કરાયું હતું અને કામગીરીની સમીક્ષા કરાઇ હતી, હિરાસર ખાતે એરપોર્ટ ઓથોરીટીના વેર્સ્ટન રીજીયનના એન્જીનીયરીંગ જનરલ મેનેજર શ્રી કે. પી. જોશ, રાજકોટ એરપોર્ટના ડાયરેકટર શ્રી બી. કે. દાસ, એન્જી.ના એજીએમ શ્રી દિપક કુમાર, એટીસીના મેનેજર શ્રી સુભાષ શર્મા, ડે. કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાની તથા અન્યો જોડાયા હતાં. તસ્વીરમાં હિરાસર એરપોર્ટનું સાઇટ વીઝીટ કરાયું તે નજરે પડે છે. (પ-રપ)

(4:07 pm IST)