Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

રાજકોટ દશા સોરઠીયા વણિક સમાજ દ્વારા કાલે મુખ્યમંત્રી મા-અમૃતમ-વાત્સલ્ય ખાસ કેમ્પ

સવારે ૧૦ થી ૧માં આયોજનઃ જ્ઞાતિજનોને લાભ લેવા અપીલઃ લાભાર્થી પરિવારને વાર્ષિક ૩ લાખ સુધીનો મફત ઉપચાર મળી શકે છે

શ્રી દશા સોરઠીયા વણિક જ્ઞાતિ(સમાજ) મહાજન-રાજકોટ આયોજીત મુખ્યમંત્રી અમૃતમ 'મા' યોજના 'મા' વાત્સલ્ય યોજનાના કાર્ડ મેળવવા માટેનો કેમ્પ આવતીકાલે જ્ઞાતિની વાડી માલવીયા વાડી ખાતે સવારે ૧૦ થી ૧ દરમિયાન યોજાયો છે. રાજય સરકારની યોજના મુજબ મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના બહાર પાડેલ છે.

આ યોજનાનો લાભ જ્ઞાતિજનોને મળે તે માટે માલવીયા વાડી, રાજકોટ ખાતે તા. ૧૫-૪-૧૮ને રવિવારે સવારે ૧૦.૦૦ થી ૧.૦૦ વાગ્યા સુધી ફોર્મ ભરવા માટે કેમ્પ રાખવામાં આવેલ છે. જે માટે કુટુંબની વાર્ષિક આવક રૂ.૨,૫૦,૦૦૦/- સુધી (બે લાખ પચાસ હજાર) કોૈટુંબીક સંયુકત આવક ધરાવતા દરેક કુટુંબીઓને લાભ મળવા પાત્ર છે. અરજી ફોર્મ સાથે (૧) આધાર કાર્ડ ની ઝેરોક્ષ (અસલ સાથે રાખવું), (૨)ચૂ઼ટણી કાર્ડની ઝેરોક્ષ ( અસલ સાથે રાખવું), (૩) કુપનની ઝેરોક્ષ (અસલ સાથે રાખવું), (૪) કુટુંબની મુખ્ય વ્યકિતના ૨ પાસપોર્ટ સાઇઝના ફોટા ખાસ જરૂરી રહેશે. તો જરૂરીયાત વાળા જ્ઞાતિજનોએ ઉપર મુજબની તારીખે જરૂરી પુરાવા સાથે હાજર રહેવા અપીલ કરાઇ છે.

યોજનાની મુખ્ય વિશેષતાઓમાં

૧. લાભાર્થી પરિવાર વાર્ષિક રૂ. ૩,૦૦,૦૦૦/- (ત્રણ લાખ) સુધીનો ઉપચાર મેળવી શકે છે.

૨. કેશલેશ એટલે કે ખીસ્સામાંથી પૈસા આપ્યા વિના ઉપચાર મેળવી શકે છે.

 આ યોજના હેઠળ હ્યદય, કિડની, કેન્સર,મગજની ગંભીર બિમારી, નવજાત બાળકના ગંભીર રોગ, ગંભીર ઇજાઓ અને દાઝેલાઓ નક્કી કરેલ કુલ ૫૪૪ પ્રોેસીજર માટે સારવાર ઉપલબ્ધ થશે.

૩. આ યોજના અંતર્ગત હાલ રાજયમાં ૧૦૭ હોસ્પિટલમાં સારવાર મળે છે. રાજકોટની કુલ ૯ હોસ્પિટલમાં ફ્રી સારવાર મળે છે.

૪. લાભાર્થીને મુંઝવણમાં માર્ગદર્શન પુરૂ પાડવા માટે દરેક હોસ્પિટલમાં આરોગ્ય મિત્રની સરકારે નિમણુક કરેલ છે. આ કેમ્પ અંગે સર્વેશ્રી શ્રીપ્રમોદભાઇ પારેખ, શ્રી જયેશભાઇ ધ્રુવ, શ્રી લલીતભાઇ કુરાણી ઉપરાંત જયેશભાઇ મહેતા, શ્રી રાજેશભાઇ કે. ધ્રુવ, શ્રી મહેશભાઇ જનાણી, કિશોરભાઇ વસાણી, જીગ્નેશભાઇ વૈદ્ય, કોૈશિકભાઇ ધોળકીયા એ ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે.(૧.૧૭)

(4:04 pm IST)