Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

પંકજ ભટ્ટને ડો.બાબા સાહેબ આંબેડકર નોબલ એવોર્ડ

તાજેતરમાં જ મુંબઇ ખાતે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનીત કરાયેલા તેમજ ભારતીય ફિલ્મી ઇન્ડસ્ટ્રીઝ અને ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને લોકસંગીત ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા પંકજ ભટ્ટને હોટલ સી પ્રિન્સેસ, જુહુ-મુંબઇ ખાતે ચેરમેન સન્નીભાઇ શાહ, બોબ ક્રિષ્ટો અને સુદેશ ભોંસલેના હસ્તે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટસ કાઉન્સીલ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકર નોબલ એવોર્ડ ર૦૧૮ અર્પણ કરવામાં આવ્યો હતો.આ સન્માન કાર્યક્રમમાં સુપ્રસિધ્ધ કલાકાર અને પ્લે બેક સીંગર રાજુભાઇ ટાંક તેમજ બોલીવુડના ખ્યાતનામ કલાકારો ઉપસ્થિત રહેલ.  ઉલ્લેખનીય છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગૌરવ પુરસ્કૃત ગુજરાત રત્ન શ્રી પંકજ ભટ્ટની ૧૬૦ થી વધારે ગુજરાતી ફિલ્મો અને અગ્નિકાલ જેવી પુરસ્કૃત ૧૦ થી વધારે હિન્દી ફિલ્મો અને ૮,પ૦૦ થી વધુ ગુજરાતી આલ્બમો તેમજ લોકસંગીત, સુગમ સંગીત, સુફી સંગીત, ફિલ્મ સંગીત અને ભોજપુરી તથા તમીલ ફિલ્મોમાં સંગીતકાર તરીકેનું યોગદાન તેમજ સુર સામગ્રી લતા મંગેશકર પાસે પ્રભાતીયા રાગમાં વૈષ્ણવજન તો તેને રે કહીએ, શ્રી નરસિંહ મહેતાનું ભજન ગવડાવ્યું જે ખુબ જ લોકપ્રિય રહયું. તેમના ધર્મપત્ની સંગીતકાર-ગાયીકા શ્રીમતી માલા ભટ્ટ પણ આ સમારોહમાં સામેલ હતા. (૪.૧૯)

(4:04 pm IST)