Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

અક્ષય તૃતિયાના અવસરને વધાવવા સોનીબજાર સજ્જ

ઝવેરી બજારમાં મનમોહક ડીઝાઇનની એન્ટીક જ્વેલરી, ટ્રેડીશનલ - ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જ્વેલરીનો ઝળહળાટઃ શુકનવંતી ખરીદીના ધમધમાટની ધારણાઃ ગ્રાહકીમાં વધારો થવાની શકયતા

 રાજકોટ તા. ૧૪ :  અક્ષય તૃતીયાના અવસરે ઝવેરીબજારમાં શુકનવંતી ખરીદીના ધમધમાટની ધારણા સાથે સોનીબજાર સજ્જ બની છે તેવામાં પેલેસ રોડ પર કલાત્મક આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે સોનાના દાગીનાની ઘડામણમાં અને ડાયમંડ જવેલરીની મજુરીમાં વિશેષ વળતર જાહેર કરાયુ છે જેને પ્રતિસાદ મળતા શુકનવંતી ખરીદીનો ધમધમાટ રહેશે અને ગગ્રાહકી વધવાની ધારણા વ્યકત કરાઈ રહી છ.

અક્ષય તૃતીયાના અવસરે ઝવેરી બજારમાં અવનવા આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી,ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે આ ઉપરાંત પ્રેઝેન્ટેશન,ગીફટ આર્ટીકલ અને લગ્ન પ્રંસગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેંજ જોવા મળે છે આ ઉપરાંત હળવા વજનના બુટી ,બાલી ,વીટી  પેન્ડલ,રંગ બેરંગી મીનાકારી અને નંગ ડાયમંડની  કાનની લટકણ બાલી ,સહિતની વેરાયટીઓ પણ આકર્ષણ જમાવે છે.

     અક્ષય તૃતીયાના શુકનવંતા અવસરે ઝવેરીબજારમાં રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,એ  સોનાના અને ડાયમંડના આભૂષણોની ઘડામણમાં વિશેષ વળતરની ઓફર મૂકી જેમાં એસો,ના સભ્ય જવેલર્સ દ્વારા સોનાના ૧૦ ગ્રામ ઘરેણાની ખરીદી પર રૂપિયા ૧૨૫૦ની મજુરીમાં વળતર અને ડાયમંડ જવેલરીની ખરીદીમાં મજુરીમાં ૫૦ ટકા જેટલું જબરું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.

રાજકોટ ગોલ્ડ ડીલર્સના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયા જણાવે છે કે અક્ષય તૃતીયાન અવસરે શુકનવંતી ખરીદીનો ધમધમાટ સર્જાશે શુકનવંતા અવસર અને આગામી લગ્ન પ્રંસંગની ધૂમ ખરીદી રહેશે.

તેમણે વધુમાં ઝવેરીબજારમાં દરવર્ષની માફક આ વર્ષે પણ ખરીદી વધશે તેવા આશાવાદ સાથે જણાવ્યું હતું કે રાજકોટ સોનીબજારના કલાત્મક આભૂષણો જગ વિખ્યાત છે અહીના કારીગરોએ તૈયાર કરેલ દાગીનાની માંગ દેશ વિદેશમાં માંગ રહે છે.

ઝવેરીબજારના વિખ્યાત અને ગ્રાહકોને હમેશા નાવીન્ય સભર આભૂષણોની રેંજ આપવમાં અવ્વલ એવા શિલ્પા લાઈફ સ્ટાઈલવાળા પ્રભુદાસભાઈ પારેખ જણાવે છે કે અક્ષય તૃતીયાનો અવસર સોનાના દાગીનાની ખરીદી માટે ઉતમ ગણાય છે ત્યારે સોનાના આભૂષણોમાં ગ્રામે ૧૨૫ રૂપિયાનું મજૂરીમાં વળતર અપાશે જયારે ડાયમંડ જવેલરીની મજૂરીમાં ૫૦ ટકાનું જબરું ડિસ્કાઉન્ટ આપવા નિર્ણય લેવાયો છે.

પ્રભુદાસભાઇ પારેખે વધુમાં જણાવ્યું હતું કે અક્ષય તૃતીયાના અવસરે  કલાત્મક આભૂષણો અને ડાયમંડ જવેલરીની ખરીદી ગ્રાહકો ઉમટી પડશે સોનાની ખરીદીમાં ચોક્કસ વધારો થશે. ટ્રેડિશ્નલ જવેલરીની ખરીદી માટેનો ટ્રેન્ડ વધારે પસંદીદા બન્યો છે. આ ઉપરાંત સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હોવાને લીધે પણ ઇન્વેસ્ટમેન્ટની રીતે પણ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે. બુલિયન બજારમાં મજબૂતીથી ખરીદી થવાની શકયતાં જવેલર્સ પણ જોઇ રહ્યા છે. હાલના અંદાજ મુજબ સોનાની ખરીદીમાં ગત વર્ષ કરતાં ૧૦ થી ૧૫ ટકા જેટલો વધારો થવાની શકયતાં પણ જવેલર્સ વ્યકત કરી રહ્યા છે.

સોમવારે અખાત્રીજઃ ૧૧ વર્ષ બાદ  ૨૪ કલાકનો સર્વાર્થસિધ્ધિ યોગનો મહાસંયોગઃ વણજોયુ મુહૂર્ત

રાજકોટ તા. ૧૪ : સોમવારે વૈશાખ શુકલ તૃતીયા જેને અક્ષય તૃતીયા એટલે અખાત્રીજ કહેવાય છે. જયોતિષશાસ્ત્ર પ્રમાણે આ વખતે ૧૮ એપ્રિલના રોજ અખાત્રીજ પર લગભગ ૧૧ વર્ષ બાદ ૨૪ કલાકનો સર્વાર્થસિદ્ઘિ યોગનો મહાસંયોગ બની રહ્યો છે. આ દિવસે વણજોયું મુહૂર્ત હોવાનું કહેવાય છે.

 જયોતિષોનું કહેવું છે કે આ વખતે અખાત્રીજ સુખ સમૃદ્ઘિ લાવનાર હશે. અખાત્રીજ ૧૮મી એપ્રિલના રોજ સવારે ૪.૪૭ મિનિટે શરૂ થશે અને રાત્રે ૩.૦૩ સુધી રહેશે. ૧૧ વર્ષ બાદ અખાત્રીજ પર ૨૪ કલાકનો સર્વાર્થસિદ્ઘિ યોગનો મહાસંયોગ બની રહ્યો છે. તેમાં દિવસભર ખરીદી કે કોઇપણ શુભકાર્ય કરી શકાય છે.

સર્વાર્થ સિદ્ઘિ યોગ કોઇપણ શુભ કાર્યને કરવાનો શુભ મૂહુર્ત હોય છે. આ મૂહુર્તમાં શુક્ર અસ્ત, પંચક, ભદ્રા વગેરે પર વિચાર કરવાની જરૂર નથી. અખાત્રીજ પર બે સ્થાયી લગ્ન સિંહ અને વૃશ્ચિક મળી રહ્યાં છે. આ દરમ્યાન સોનું, વાહન, મકાન વગેરે ખરીદવું અને પૂજા કરાવાનો ખાસ લાભ મળશે. આ દિવસે મુંડન જેવા સંસ્કારોનો પણ ખાસ લાભ મળશે.

ઝવેરી બજારમાં ઘરેણાની ઘડામણમાં વિશેષ વળતરઃ ગોલ્ડ ડીલર્સ એસો. દ્વારા સોનાના આભૂષણોની મજુરીમાં ૧૦ ગ્રામો  રૂ. ૧૨૫૦ અને ડાયમંડ જવેલરીની મેકિંગ ચાર્જમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ

રાજકોટ તા. ૧૪ અક્ષય તૃતીયાના અવસરે ઝવેરી બજારમાં સોનાના ઘરેણાની ઘડામણમાં વિશેષ વળતર અપાઈ રહ્યું છે રાજકોટ ગોલ્ડ ડીલર્સના સભ્ય જવેલર્સ દ્વારા સોમવાર તા.૧૬થી તા.૨૧ને  શનિવાર સુધી સોનાના દાગીનાની ખરીદી પર ૧૦ ગ્રામે મજુરીમાં રૂપિયા ૧૨૫૦નું વળતર તેમજ ડાયમંડ જવેલરીની ખરીદીમાં મજુરીમાં ૫૦ ટકાનું જબરું ડિસ્કાઉન્ટ ઓફર કરાયું છે.

એશિયાના ગોલ્ડ હબ તરીકે વિખ્યાત રાજકોટની સોનીબજારના કુશળ કારીગરો તૈયાર થતા દાગીનાની દેશ-વિદેશમાં વિશેષ માંગ રહેતી હોય છે ત્યારે અક્ષય તૃતીયાના અવસરે રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ના સભ્ય જવેલર્સ દ્વારા મજુરીમાં વિશેષ વળતર જાહેર થતા સોનાની ખરીદી વધવાની આશા વેપારીઓ વ્યકત કરી રહ્યા છે. અક્ષય તૃતીયાના પર્વે ઝવેરીબજાર વિવિધ રેન્જના આભૂષણો સાથે સજ્જ બની છે ત્યારે ગ્રાહકોને મજુરીમાં વળતર આપતા ખરીદીમાં વધારો થશે તેમ મનાય છે  ઝવેરીબજારમાં અવનવા કલાત્મક આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે જવેલરી માટે દેશ વિદેશમાં વિખ્યાત એવી રાજકોટની ઝવેરી બજારમાં ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી,ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે.

આ ઉપરાંત પ્રેઝેન્ટેશન,ગીફટ આર્ટીકલ અને લગ્ન પ્રંસગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેંજ જોવા મળે છે આ ઉપરાંત હળવા વજનના બુટી ,બાલી ,વીટી  પેન્ડલ,રંગ બેરંગી મીનાકારી અને નંગ ડાયમંડની  કાનની લટકણ બાલી સહિતની વેરાયટીઓ જોવા મળે છે.

દરમિયાન રાજકોટ રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિયેશનના ચેરમેન અને ગ્રાહકોને હંમેશા નાવીન્ય સભર વેરાઈટી આપવામાં અવ્વલ  શિલ્પા લાઈફ સ્ટાઈલના પ્રભુદાસભાઈ પારેખ જણાવે છે કે ઘરેણાની ઘડામણમાં વિશેષ વળતરની આકર્ષક ઓફર ઉપરાંત લગ્નસરાની ગ્રાહકીમાં પણ વધારો થઇ રહ્યો છે ટ્રેડિશ્નલ જવેલરીની ખરીદી માટેનો ટ્રેન્ડ વધારે પસંદીદા બન્યો છે.

હોલમાર્કિંગ લાગેલ સોનાના આભૂષણો  જ ખરીદોઃ શુધ્ધતાની હોય છે ગેરેન્ટીઃ

ભારતીય માનક બ્યુરો દ્વારા ગ્રાહકોને અનુરોધ કરાયો

રાજકોટઃ અખાત્રીજ નિમિતે લોકો સોનાના આભુષણોની ખરીદી કરે છે. આ નિમિતે ભારતીય માનક બ્યુરો દ્વારા ગ્રાહકોને અનુરોધ કરાયો છે કે હોલમાર્કિગ લાગેલ સોનાના આભૂષણો જ ખરીદો હોલમાર્કિગ લાગેલ આભૂષણો ખરીદવા પર તમને તેના પર સોનાની શુધ્ધતાની ગેરંટી હોય છે. હોલમાર્કિગ કરતા પહેલા બધા આભૂષણો અસેઇંગ અને હોલમાર્કિગ સેન્ટર પર ટેસ્ટ કરાય છે અને ટેસ્ટિંગમાં પાસ થયા બાદ જ તેના પર હોલમાર્કિગ લગાવાય છે.

હોલમાર્કિગ કરેલ કોઇ પણ આભૂષણ પર નીચે મુજબ નિશાન હોવા જરૂરી છે. ૧) ભારતીય માનક બ્યુરો નું લોગો. ૨) સોનાની શુધ્ધતા (22 K 916  - 18 K 750 - 14 K 585).૩) હોલમાર્કિગ સેન્ટરનો લોગો. ૪) જવેલર નું લોગો. હોલમાર્ક કરેલ જવેલરી ખરીદી કરતા સમયે આ ચેક કરી લો કે ઉપરોકત બધા નિશાન જવેલરી પર લગાવેલ છે નાની જવેલરી ના ઉપર લાગેલ નિશાન જોવા માટે જવેલર્સ ની પાસે મૈગ્નિફાઇંગ ગ્લાસ ઉપલબ્ધ હોય છે. કોઇ પણ જવેલર  હોલમાર્કિગ માટે પર પીસ ૩૫ રૂપીયાથી વધારે ચાજે નો લઇ શકે.

સામાન્ય ગ્રાહકોની જાણકારી માટે આપના શહરે/ જિલ્લામાં હોલમાર્ક જવેલરી વેચવાવાળા અધિકૃત જવેલર્સની યાદી  વેબસાઇટ www.bis.org.in પર ઉપલબ્ધ છે કોઇપણ જવેલર્સ માં હોલમાર્ક કરેલ આભૂષણ લેતા સમયે તેમના લાઇસેન્સ માન્યતાની જાણકારી સુનિશ્ચિત કરી લેવા જણાવાયુ છે. (૨૧.૨૧)

(4:02 pm IST)