Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

બાલંભામાં મારવીયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ

શુક્રવારથી પ્રારંભ : શાસ્ત્રી મુકુંદરાયજી કથાશ્રવણ કરાવશે : હવન - લોકડાયરાના આયોજનો

રાજકોટ તા. ૧૪ : જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામે સમસ્ત મારવિયા પરિવાર દ્વારા સુરાપુરા દાદાના મંદિરે તા. ૨૦ થી ૨૬ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરાયુ છે.

શાસ્ત્રી શ્રી મુકુંદરાયજી મહારાજ લાલપુરવાળા કથાના વ્યાસાસને બીરાજી દરરોજ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૭ ભાવવાહી શૈલીમાં કથા શ્રવણ કરાવશે.

કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની ધર્મમય ઉજવણી કરાશે. તેમજ દરરોજ રાત્રે વિવિધ કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે. જેમાં તા. ૨૨ ના રવિવારે રાત્રે લોકડાયરો રાખેલ છે. સુરેશભાઇ રાવલ અને સાથી કલાકારો ભજન સંતવાણીની જમાવટ કરશે. જયારે તા. ૨૫ ના બુધવારે રાત્રે ૯ વાગ્યે આયોજીત ડાયરામાં હંસરાજભાઇ નકુમ અને સાથી કલાકારો ભાગ લેશે. તા. ૨૬ ના ગુરૂવારે નવચંડી હવન રાખેલ છે.

જ્ઞાનયજ્ઞના પ્રમુખ મનજીભાઇ કે. પરમારના નેજા હેઠળ ઉપપ્રમુખ નટુભાઇ એ. પરમાર, મંત્રી નટવરલાલ સી. પરમાર, સહમંત્રી વિઠ્ઠલભાઇ ડી. પરમાર, ખજાનચી રણછોડભાઇ ડી. પરમાર, સહખજાનચી કિશોરભાઇ વી. પરમાર, સભ્યો કાન્તીભાઇ, ભવાનભાઇ, દિપકભાઇ, નટવરલાલ, વસંતભાઇ, શરદભાઇ, રામજીભાઇ, પરસોતમભાઇ, પ્રવિણભાઇ, ભરતભાઇ, રાજેશભાઇ, કાન્તીભાઇ, કેશવજીભાઇ, જયેશભાઇ, ચંદુલાલ, દીલીપભાઇ, રમેશભાઇ, નરેશભાઇ, ધનજીભાઇ, છગનભાઇ, દયાળજીભાઇ, મનસુખભાઇ, સુરેશભાઇ, બાલજીભાઇ, બીપીનભાઇ, નરેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, અશોકભાઇ, સુનિલભાઇ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

કથા દરમિયાન બપોરે અને સાંજે પ્રસાદની વ્યવસ્થા પણ કરાઇ છે.

ધર્મપ્રેમીજનોએ કથા શ્રવણનો લાભ લેવા મારવિયા પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)  (૧૬.૮)

(4:00 pm IST)