Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

'સપ્ત સૂર સંગાથે' : ગીત, ગઝલ, સુફી અને ભજન સહીતની ગાયકીનો થશે સમન્વય

રાજકોટ તા. ૧૪ : હિન્દી ગીત, ગઝલ, સુફી અને કલાસીકલ રચનાઓ સાથે ભજનનું પણ મિશ્રણ હોય તો કઇંક અલગ આનંદ આવે. તેવા નવતર વિચારો સાથે ગજજર મ્યુઝીકલ ગ્રુપ દ્વારા કાલે રાત્રે ૯ વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે 'સપ્ત સૂર સંગાથે' શીર્ષકતળે ગરીમાપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

આ અંગે વિગતો આપતા ગજજર ગ્રુપના આગેવાનોએ જણાવેલ કે ગીતોની સાથે ભજનો પણ સાંભળવવા એમ નવતર આયોજન ઘડયુ છે. જેમાં ઇન્ટરનેશનલ આર્ટીસ્ટ એન્ડ પ્લેબેક સીંગર જયંત ગજજર  સુંદર રીતે રજુઆત કરશે. સંગીતકાર શૈલેષ પંડયા અને તેમની મેગા ટીમ સામેલ થશે. એકોસ્ટીક ઇન્સ્ટ્રુમેન્ટ, વાયોલીન, ફલ્યુટ, બેન્જો સહીત ડીઝીટલ ઇન્સ્ટુમેન્ટ સાથ પુરી ટીમ પરફોર્મનસ આપશે.

સાચા રે શમણા મારા સાજનનાં, મોટા ઘરે મારૂ સાસરીયું, અવતાર ધરીને આવુ છુ... જેવી રચનાઓ ફિલ્મોમાં ગાનાર જયંત ગજજરે હિન્દી ફિલ્મ ગાયીકા સાધના સરગમજી સાથે પણ અનેક ગીતો ગાયા છે. ૫૦ થીવધુ સીડી આલ્બમ આપ્યા છે. ગાયનની સાથે તેઓ ખુદ હારમોનીયમ અન તલબા ઉપર પણ ફાવટ ધરાવે છે. અત્યાર સુધીમાં વોઇસ ઓફ કિશોરકુમારના ૨૫ વન મેન શો આપી ચુકયા છે. ગુજરાતી કોમેડી ફિલ્મમાં પણ તેઓ કંઠ આપવા જઇ રહ્યા છે. જેમાં ગીતકાર સાથે કમ્પોઝર તરીકે પણ તેમની જ સેવા છે.

કાર્યક્રમના દિપપ્રાગટય પ્રસંગે અમુભાઇ ભારદીયા, ધનજીભાઇ પંચાસરા, મગનભાઇ ભોરણીયા, જગુભાઇ ભારદીયા, રસિકભાઇ બદ્રકીયા, હરીભાઇ ડાંગર, કોર્પોરેટર શ્રીમતી જયાબેન ડાંગર, ડો. ભગવાનજીભાઇ પટેલ, વિનુભાઇ સાંકડેચા, અમૃતભાઇ પંચાસરા વગેરે ઉપસ્થિત રહેશે.

તસ્વીરમાં કાર્યક્રમની વિગતો આપતા ગજજર મ્યુઝીકલ ગ્રુપના જયંતભાઇ ગજજર, અજયભાઇ પંચાસરા, કેતનભાઇ અનોવાડીયા, અમિતભાઇ સાકડેચા, હિતેષભાઇ પંચાસરા, અતુલભાઇ તલસાણીયા, ધર્મેશભાઇ છત્રાસિયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:00 pm IST)