Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

રેલનગર-પોપટપરામાંથી વિકાસનો 'પોપટ' ઉડી ગયો!

વોર્ડ નં.-૩માં ધારાસભ્યએ રસ્તાનું ખાતમુહુર્ત કર્યું પરંતુ હજુ સુધી ડામર કામ થયુ જ નથીઃ અતુલ રાજાણીની રજુઆત

રાજકોટ તા. ૧૪ : શહેરના વોર્ડ નં.૩માં રેલનગર - પોપટપરા સહીતના વિસ્તારોમાં પાંચ વર્ષથી ડામર કામ થયુ નહી હોવાથી મોટાભાગના રસ્તાઓ તુટી ગયા છે. ત્યારે આ વિસ્તારમાં વિકાસ અટકી પડતા લોકરોષ જોવા મળી રહ્યો છે.

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના દંડક અને વોર્ડ નં.૩ ના કોંગ્રેસી કોર્પોરેટર અતુલ રાજાણીએ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીને પત્ર પાઠવી વોર્ડ નં. ૩ના પોપટપરા વિસ્તારમાંથી 'વિકાસ રૂ.પી' પોપટ ઉડી ગયાનું જણાવી પ વર્ષથી ખરાબ થઇ ગયેલા રસ્તાઓના કામનું પોપટપરા મેઇન રોડ ઉપરાંત સાંઇબાબા સોસાયટી, દાણાપીઠ વાળો, રસ્તો, ભીડભંજન, કૃષ્ણપરા, રઘુનંદન અને કૃષ્ણનગર તેમજ રેલનગર નજીક રામેશ્વર પાર્ક તેમજ સાધુવાસવાણી કુંજ ધારાસભ્યના હસ્તે ખાતમુહુર્ત કર્યા બાદ રસ્તાકામ ઠપ્પ થઇ જતા લતાવાસીઓમાં રોષ ભુભકયાનું જણાવ્યું છે.

મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીને કરેલી રજુઆતમાં કોર્પોરેટર અતુલ રાજાણીએ જણાવ્યું છે કે ઉપરોકત વિસ્તારમાં એપ્રિલ-મે મહિના દરમિયાનમાં ડામર કામ પુર્ણ થવું  જરૂ.રી છે અન્યથા જુનથી ચોમાસુ બેસી ગયા બાદ ડામર રોડનું કામ થઇ શકશે નહી.ઉપરોકત વિસ્તારો ઉપરાંત રેલનગર અને પોપટપરા વિસ્તારની સોસાયટીઓના રસ્તાઓની હાલત પણ અતિ ખરાબ હોય પેચવર્ક, મેટલિંગ કે પેવર કામ જયાં આગળ જે જરૂ.રી જણાય તે તાકીદે શરૂ. કરવા પ્રબળ લોકોમાંગણી હોઇ. વોર્ડ નં.૩માં રેલનગર અને પોપટપરા વિસ્તારમાં મુખ્યમંત્રી ગૃહ યોજનાઓનું નિર્માણ કરાયું છે ત્યાં પણ હજુ સુધી રસ્તા બન્યા નથી તેમ જણાવી અતુલ રાજાણીએ કમિશ્નરને સ્થળ નિરીક્ષણ કરાવા તાકીદે ડામર કામ શરૂ. કરાવવા માંગણી કરી છે.

(2:56 pm IST)