Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત

સૌરાષ્ટ્રના પર સહિત રાજકોટના ૩ ગામોના લોકોને ૯ વોલ્ટના બલ્બ રૂ. પ૦ લેખે અપાશેઃ ખાસ યોજના

મોબાઇલ વાનને લીલી ઝંડી આપતા એમ.ડી. ભાવિન પંડયાઃ કુલ ૧ મોબાઇલ વાન દ્વારા ઓન ધ સ્પોટ કનેકશન

ઉજાલા અંતર્ગત અને ગ્રામ સ્વરાજ અભિયાન સંદર્ભે રાજકોટના-૩ સહિત સૌરાષ્ટ્રના ૮ જીલ્લાના પર ગામોને ૯ વોલ્ટના બલ્બ રૂ.ા. પ૦ લેખે અપાશે, આ મોબાઇલ વાનનો એમ.ડી. શ્રી ભાવિન પંડયાએ પ્રારંભ કરાવ્યો હતો, તસ્વીરમાં સંશોધન કરતા શ્રી પંડયા તથા અન્ય તસ્વીરોમાં મોબાઇલ વાનને લીલી ઝંડી અપાય તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૪: ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જે ગામોમાં ઓછી આવક વાળા જનસંખ્યા વધારે હોય તેવા સમગ્ર ભારતમાંથી ૧૬૦૦૦ ગામોને પસંદ કરવામાં આવેલ છે. આ ગામોમાં ''ઉજાલા'' યોજના હેઠળ ખાસ પ૦/- રૂ.પિયા માં ૯ વોટના એલ.ઇ.ડી. બલ્બ આ ગામના ગ્રામજનો ખરીદી શકશે. આ એલ.ઇ.ડી. બલ્બ પરમપરીક વિજળીના ગોળાઓની સરખામણીમાં આ ઉર્જા દક્ષ એલ.ઇ.ડી. બલ્બ ઓછા ખર્ચે વધુ પ્રકાશ આપશે.

આ કાર્યક્રમનો પ્રારંભે આજે રાજકોટ ખાતેથી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડના મેનેજીંગ ડાયરેકટરશ્રી ભાવિન પંડયા (આઇ.એ.એસ.) દ્વારા ઉજાલા મોબાઇલ વાહનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી આ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવેલ. આ કાર્યક્રમ દરમ્યાન બહોળી સંખ્યામાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ તેમજ અન્ય લોકો ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમમાં હાઇલેવલ અધીકારીઓ શ્રી ગાંધી, શ્રી કોઠારી વિગેરેએ ખાસ માર્ગદર્શન આપ્યું હતું.

આ વાહન પી.જી.વી.સી.એલ. હેઠળના પર (બાવન) ગામોનેઅ ાવરી લેવામાં આવેલ છે. જે ઉર્જા કાર્યક્ષમ તેમજ ઉર્જા સરક્ષણ અંગે જાગૃતી ફેલાવશે તેમજ ઉજાલા મોબાઇલ વાન દ્વારા એલ.ઇ.ડી. બલ્બનું વિતરણ કરશે. એલ.ઇ.ડી. બલ્બના વિતરણ દરમ્યાન, એલ.ઇ.ડી. બલ્બના બધા બોકસ ઉપર ગ્રામ સ્વરાજ અભિયાનનો લોગો રહેશે.

ભારતના પ્રધાનમંત્રીશ્રી દ્વારા શરૂ. થયેલ ''ઉજાલા યોજના'' રહેણાંક સ્થળ પર વીજ વપરાશને વધારે કાર્યક્ષમ બનાવશે. એર્નજી એફીશીયંશી સર્વીસીસ લીમીટેડ (ઇઇએસએલ) દ્વારા ઉજાલા કાર્યક્રમને લાગુ કરી ર૯ કરોડથી વધારે સારી ગુણવતા વાળા એલ.ઇ.ડી. બલ્બનું વિતરણ કરેલ છે. જેથી પરંપરીક વીજળીના ગોળાની સરખામણીમાં ૯૦% થી વધારે વીજળીની બચત કરવા માટે સફળતા મળેલ છે.(૭.૪૪)

 

(2:55 pm IST)