Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

રેલ્વે મઝદુર સંઘ દ્વારા થેલેસેમિયા ચેકઅપ કેમ્પ

 રાજકોટઃ વે.રે.મ.સ દ્વારા લાઇફ બ્લડ બેંક અને એસબીઆઇ ફાઉન્ડેશનના સહયોગથી ફ્રી થેલેસેમિયા  ચેક-અપ કેમ્પનું ઉદઘાટન ડીવી રેલ્વે મેનેજર શ્રી પી બી નીનાવેના વરદ હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે મહિલા સમિતિના અધ્યક્ષ સચિવ શ્રી મતી ભારતી નીનાવે, એ.ડી.આર.એન. એસ.એસ.યાદવ સીનીયર ડી.સી.એમ. શ્રી વાસ્તવ, ડી.વી.ઓ. ઉપાધ્યાય, એ.પી.ઓ સુનિલ શર્મા, સીની ડી.ઇ.કે એચ ચૌહાણ, એ.સી.એમ નીલમ ચૌહાણ, કોંગ્રેસના કોર્પોરેટર અતુલ રાજાણી, દિલીપભાઇ આસવાણી, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

 ડી.આર.એમ. શ્રી પી.બી.નીનાવેએ પોતાના વકતવ્યમાં જણાવેલ કે મજદુર  સંઘ કર્મચારીઓના પ્રશ્નો હમેશા અંગેસર રહયુ છે. ઉપરાંત અનેક વિધ રચનાત્મક અને રમત ગમતની પ્રવૃતિ કરી કર્મચારીઓ અને તેના કુંટુબની સાચા અર્થમા સેવાકીય કાર્ય કરે છે. જે પ્રશંસાને પાત્ર છે. ડીવી સેક્રેટરી શ્રી હીરેનભાઇ મહેતાએ પોતાના વકતવ્યમા જણાવેલ કે મજદુર સંઘ દ્વારા હર હમેશા રકતદાન શિબીર, બોન ડેન્સીટી કેમ્પ હેલ્થ ચેકઅપ કેમ્પ, રમત ગમત પ્રવૃતિ જેવી કે, ટેબલ, ટેનિસ, ક્રિકેટ, ફુટબોલ, બાસ્કેટ બોલની ટુર્નામેન્ટનું દરવર્ષે આયોજન કરી  હરહમેશા કર્મચારીઓની સાથે રહે છે.

 આ કાર્યક્રમને સફળ બનાવવા ડીવી સેક્રેટરી શ્રી હીરેનભાઇ મહેતાની આગેવાની હેઠળ એન.પી. રાવલ, આર.એસ. જાડેજા, જે.ડી.વસાવડા, વીરેન રાવલ, વાણીયાભાઇ ઘનશ્યામભાઇ, મુકેશ બ્રધર, ડી.એસ. શર્મા  તેમજ મહિલા વીંગની કન્વીનર અવની ઓઝા, દક્ષાબેન રાવલ, પ્રફુલાબેન સોલંકી, ધમિષ્ઠા કોરીયા, પુષ્પાબેન ડોડીયા,  ધમિષ્ઠા વૈજા, વિક્રમબા ગઢવી, દીનાબેન, ફાલ્ગુનીબેન દીનાબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી.   કાર્યક્રમનું સંચાલન અવનીબેન ઓઝાએ  કરેલ હતુ અને આભારવિધિ ધમિષ્ઠા ડોડીયા એ કરેલ હતી.  હિનાબેન કારીયાણી, અજયભાઇ રાઠોડ અને વીરજાભાઇ વાઢેરએ સેવા આપી હતી. (૪૦.૩)

 

(2:54 pm IST)