Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

બંધારણ ઘડી ડો. બાબા આંબેડકરજીએ તમામ વર્ગને સન્માનભર્યું સ્થાન આપ્યું : મનોજ રાઠોડ

રાજકોટ, તા. ૧૪ : ભારતના બંધારણના ઘડવૈયા ડોકટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે બાબા સાહેબને શ્રદ્ઘા સુમન અર્પણ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખઙ્ગ મનોજ રાઠોડે જણાવ્યુ છે કે , ડોકટર બાબાસાહેબે કાયમ દલિતોની સાથોસાથ દેશના આમ આદમીનીઙ્ગ ચિંતા કરી છે,તેમનો આ દેશ પ્રેમ અને બંધુ ભાવના તેમણે ઘડેલાઙ્ગ બંધારણમાં સ્પષ્ટઙ્ગ નજરેઙ્ગ પડે છે . તેઓએ દેશનું બંધારણ ઘડીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વૈષ્ણવજનની ભાવનાને મૂર્ર્તિમંત કરીનેઙ્ગ દેશના તમામ વર્ગ અને આમ આદમીનેઙ્ગ સન્માન અપાવ્યું છે.

મધ્ય પ્રદેશમાં  મહાર જાતિમાં જન્મેલા બાબા સાહેબે બાળપણમાં તેમના પરિવાર સાથે સામાજિક અને આર્થિક રીતે કરાતા ભેદભાવને જોઈનેઙ્ગ બાળપણથી જ પીડિતો અને ગરીબ લોકોને થતાં અન્યાય અને ભેદભાવની આ રેખા મિટાવી દેવા સંકલ્પ કર્યો હતો . દેશની રાજનીતિના મહત્વના અંગ બની ગયા હતા . બાબા સાહેબને પ્રાથમિક શિક્ષણ આપનારા મહાદેવજી નામના શિક્ષકને બાબા સાહેબ માટે અપાર પ્રેમ અને લાગણી હતા. તેઓના સૂચન થી બાબા સાહેબના પિતા રામજી સકપાલેઙ્ગ તેમની અટકમાં ફેરફાર કરી પોતાના ગામ આંબવાડે પરથી આબેડકર કરી હતી.

 દેશના પ્રથમ કાનૂન મંત્રી તરીકે કાર્યભાર સંભાળવા આમંત્રણ અપાયું . અને દેશના પ્રથમ કાનૂન મંત્રીનું સન્માન તેઓને પ્રાપ્ત થયું હતું.ઙ્ગ આ પછી ૨૯ ઓગસ્ટ ૧૯૪૭દ્ગક્ન રોજ ડોકટર આંબેડકરજીને સ્વતંત્ર ભારતના બંધારણની રચના કરવા માટે ઘડાયેલી સમિતિના અધ્યક્ષપદે નિયુકત કરાયા હતા,ઙ્ગ તેઓએ તૈયાર કરેલુંઙ્ગ બંધારણ ૨૬ નવેમ્બર ૧૯૪૯દ્ગક્ન દિવસે લોકસભાએ સ્વીકાર કરીને બાબા સાહેબને દેશના બંધારણના ઘડવૈયાનું સન્માન આપ્યું હતું . બાબા સાહેબે ભારતના બંધારણમાં દેશના પીડિત વર્ગની સાથોસાથ ગરીબ અને સામાન્ય વર્ગ પણ સન્માનપૂર્વક જીવન જીવી શકે તેવા કાયદા ઘડયા છે. મહિલાઓ પણ દેશના વિકાસનું અઙ્ખક અભિન્ન અંગ બને તે માટે બાબા સાહેબે બંધારણ દ્વારા કાયદાઆઙ્ખ ઘડીને મહિલાઓને સન્માન આપ્યું છે.

ડોકટર બાબા સાહેબ આંબેડકરએ બંધારણ ઘડીને તમામઙ્ગ વર્ગને સન્માનનું સ્થાન આપ્યું છે. દેશની વર્તમાન પરિસ્થિતિમાં પણ બાબા સાહેબએ આપેલું આ સન્માન દલિતોને પ્રેરણારૂ.પ બની રહ્યું છે. તેમ જણાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના અગ્રણી અને લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખઙ્ગ મનોજ રાઠોડે બાબબા સાહેબને શ્રદ્ઘા સુમન અર્પણ કરી કર્યા છે.(૮.૧૬)

(2:53 pm IST)