Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

નંદનવન- આશાપુરા મંદિરે આયોજીત ભાગવત કથામાં કાલે રૂક્ષ્મણી વિવાહની ઉજવણી

રાજકોટ તા.૧૪ : જામનગર રોડ પર નંદનવનની અંદર આવેલ આશાપુરા મંદિરના લાભાર્થે અને સર્વ પિતૃ મોક્ષાર્થે તા. ૧૦ થી ૧૬ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન આશાપુરા મહિલા મંડળ દ્વારા કરાયુ છે.વ્યાસાસને જાબડીવાળા શાસ્ત્રી જિજ્ઞેશભાઇ પંડયા  સંગીતમય શૈલીમાંઙ્ગ કથા રસપાન કરાવી રહ્યા છે. મંદિરમાં આશાપુરા માતાજી તેમજ મોમાઇ માતાની અને અંબાજી મૉની  તેમજ દેવોના દેવ મહાદેવની મૂર્તિ પ્રતિષ્ઠા-સ્થાપન કરવામાં આવેલ છેે. મંદિરના વિકાસાર્થે અને લાભાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું મંદિરની સેવા પુજા કરતા ઉષાબાએ જણાવ્યું છે.

આશાપુરા માતાજીના સાનિધ્યમાં આયોજીત ભાગવત સપ્તાહની પોથી યાત્રા તા. ૧૦ ને મંગળવારે નીકળી હતી. બુધવારે ે કપિલ જન્મોત્સવની તેમજ ૧૨ ને ગુરૂવારે નૃસિંહ જન્મોત્સવના પ્રસંગોનું શાસ્ત્રીજી અદભુતરઘર ૩ડી પ્રિન્ટરની મદદથી તૈયાર કરી દીધુ છે. હાલમાં આખો મહીનોઆ ઘર લોકોને જોવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. એ પછીથી આ ઘર વેચવાને બદલે ભાડે આપવામાં આવશે રીતે વર્ણન કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતો તા. ૧૩ ને શુક્રવારે સાંજે ૪ કલાકે શ્રીવામન અને શ્રીરામ જન્મ તેમજ સાંજે પ કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવ અને તા.૧૪ ના શનિવારે સાંજે ગિરીરાજ ઉત્સવ તેમજ તા. ૧૫ ના રવિવારે સાંજે૪.૩૦ કલાકે રૂક્ષ્મણી વિવાહ અને તા. ૧૬ ને સોમવારે બપોરે ૪ કલાકે કથા વિરામ અપાશે.

 

(2:30 pm IST)