Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ક્ષત્રિય મહિલા મહાસભા દ્વારા ર્સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી

 અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા પાંખના પ્રમુખ તરીકે શાપર વેરાવળના માયાબા જાડેજાની નિમણુંક થયા બાદ રતનપર રાજકોટ ખાતે એક મીટીંગ યોજી ક્ષત્રિય મહીલા સંગઠન વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી જુલાઇ માસમાં બહેનો- દિકરીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ઘડી કઢાયુ હતુ. જેમાં રાસ ગરબા, નૃત્ય કલા, નાટક, સોલો વકતૃત્વ સ્પર્ધા  સહીતા કાર્યક્રમોને સ્થાન અપાશે. ગીરાસદાર ક્ષત્રિય સમાજના બહેનો-દિકરીઓએ ભાગ લેવા માટે તા. ૨૫ સુધીમાં રૂડાનગર-૧, એ.જી. ચોક, કાલાવડ રોડ ખાતે સાંજે પ થી ૭ દરમિયાન દરમિયાન સંપર્ક કરવા પ્રમુખ માયાબા જાડેજા (મો.૯૧૭૩૯ ૧૭૩૦૯) ની યાદીમાં જણાવાયુ છે.

 

(2:04 pm IST)