Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

વોર્ડ નં.૧૧માં ત્રણ બ્રિજ મંજુરઃ ખાતમુહુર્ત

જીવરાજ પાર્ક, અવધ, મવડી અને પાળને જાડતા ત્રણ બ્રિજ બન્યા બાદ વર્ષો જુની સમસ્યા ઉકેલાઇ જશેઃ કોîગી કોર્પોરેટરો ઘનશ્યામસિંહ, પરેશભાઇ, વસંતબેન અને પારૂલબેનની સફળ રજુઆતથી વોર્ડની સુવિધામાં વધુ એક છોગુ ઉમેરાયુ

રાજકોટ તા.૧૪ : શહેરના વોર્ડ નં.૧૧માં કોîગ્રેસના કોર્પોરેટરોની સતત રજુઆતો અને જહેમતથી ત્રણ ત્રણ બ્રિજ મંજુર થયા છે. જેમાં ખાતમુહુર્ત તાજેતરમાં સંપન્ન થતા વિસ્તારવાસીઓમાં રાહત  અને આનંદની લાગણી ફેલાઇ છે.

આ અંગે કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાની યાદીમાં જણાવાયા મુજબ  રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં આવેલ મોવડી વિસ્તારમાં સમાવેશ થતા વિસ્તાર આજે વિકાસની ઉંચાઇને આંબી રહયો છે. ત્યારે આ વિસ્તારના આશરે ર૦ હજાર જેવી વસ્તીને દર વર્ષે ચોમાસામાં રાજકોટ શહેરથી વિખુટા પડયાનો સમય આવતો જરા પણ વરસાદ પડે કે તુરત જ પારાવાર દુઃખ સહન કરવાનો વારો આવતો.

આ વખતે આ વિસ્તારના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, પરેશભાઇ હરસોડા, પારૂલબેન ડેર તેમજ વસંતબેન માલવીય રજુઆતો થતા તેઓએ જહેમત ઉઠાવી આ પ્રશ્નનો નિકાલ લાવી ત્રણ બ્રિજ મંજુર કરાવ્યા.

જેમાં જીવરાજ પાર્કથી હેમાન્દ્રી સોસાયટીને જાડતો પુલ રૂ.૧.૪ર કરોડના ખર્ચે જીવરાજપાર્કથી અવધને જાડતો પુલ રૂ.૧.૪પ કરોડ, તેમજ પાળને મોવડી જાડતો પુલ રૂ.પ૬,૯૩૦૦માં મંજુર કરાવ્યા હતા.

આ ત્રણેય પુલનુ ખતમુહુર્ત સંપન્ન થયે આ પ્રસંગે કોર્પોશ્રીઓ હારતોરા કરવામાં આવેલ તેમજ મોઢા મીઠા કરાવેલ. આ પ્રસંગે શ્રી વેલજીભાઇ શ્યામવાટીકા, પિયુષભાઇ ભંડેરી, શ્રી જયમીનભાઇ પટેલ, અશ્વીનભાઇ રાદડીયા, આનંદભાઇ સોલંકી, મિલનભાઇ પટેલ, કનુભાઇ શિગાળા, જયમીનભાઇ રાઠોડ, હસમુખભાઇ મોલીયા, વિપુલભાઇ તારપરા, કિરીટભાઇ નટવરભાઇ, ગજેન્દ્રસિંહ, પ્રવિણભાઇ, પ્રકાશભાઇ, જેન્તીભાઇ, ગીરીશભાઇ, રવીભાઇ, નરેશભાઇ, વિનુભાઇ, રમણીકભાઇ, ચંદુભાઇ, રૂપેશભાઇ, નાગજીભાઇ, અશોકભાઇ, ભુપતભાઇ, વલ્લભભાઇ, પ્રવિણભાઇ, ફર્નાન્ડીસ વગેરે ઉપસ્થિત રહયા હતા. (ર૮.૧૦)

 

(2:03 pm IST)