Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

શહેરનાં વિવિધ વિસ્તારમાં પીવાના પાણીમાં જીવાત - ઓછા ફોર્સથી વિતરણ થવાની વ્યાપક ફરિયાદોઃ લોકો ત્રાહીમામ

પંચવટી સોસાયટી પાસે આવે શ્રીકોલોની વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જીવાંતવાળા પાણીનું વિતરણઃ રામનાથપરામાં પાણી નહી આવતા મહિલાઓનું ટોળુ કચેરીએ ધસી આવ્યું

રાજકોટ તા.૧૪ : શહેરના વિવિધ વિસ્તારોમાં  છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીમાં જીવાંત - ઓછા ફોર્સથી લીકેજ સહિતના પ્રશ્ને વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

શહેરના વોર્ડ નં.૮માં પંચવટી સોસાયટી પાસે આવેલા શ્રી કોલોની વિસ્તાર વાસીઓમાં ઉઠવા પામેલી ફરિયાદ મુજબ આ વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશનના પીવાના પાણીમાં જીવાંત આવી રહી છે. આ અંગે તંત્રને અવાર નવાર રજુઆત કરવા છતાં પરિસ્થિતિ જૈસે થૈ જાવા મળી રહી છે. આ પ્રશ્ને લતાવાસીઓમા રોગચાળાનો ભય ફેલાઇ  રહયો છે. આ સમસ્યાનો તાત્કાલીક ઉકેલ લાવવા લતાવાસીઓએ માંગ કરી છે.

આ ઉપરાંત વોર્ડ નં.૭ના રામનાથપરા વિસ્તારમાં પાણી વિતરણ નહી થતી હોવાની રજુઆત મેયરને કરવામાં આવી હતી. આ રજુઆતમાં મહિલાઓએ જણાવ્યુ઼ હતું કે છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં પાણીના ધાંધીયા સર્જાય છે, વારંવાર આ સમસ્યા જાવા મળી રહી છે. આ પ્રશ્ને કાયમી ઉકેલ લાવવા ગૃહિણીઓ રજુઆતમાં જણાવ્યું હતું. (ર૮.૪)

(1:50 pm IST)