Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

દારૂની ડ્રાઇવઃ ૨૬ દરોડામાં ભીલવાસનો અમિત રિક્ષામાં ૭૨ બોટલ સાથે તથા 'દેશી' સાથે ૧૭ પકડાયાઃ ૭ ભાગ્યા

ભવાનીનગરમાંથી ભાવેશ અને ગોવિંદ તથા શાંતિનગરમાંથી મંજુ હદપાર ભંગ સબબ પકડાયાઃ મંજુ પાસેથી દારૂ પણ મળ્યો

રાજકોટ તા. ૧૪: શહેર પોલીસે શુક્રાવરે સાંજે દારૂની ડ્રાઇવ યોજી હતી અને હદપાર શખ્સોને પકડવાની કાર્યવાહી કરી હતી. ભકિતનગર પોલીસે રિક્ષામાં ૭૨ બોટલ દારૂ સાથે સોરઠીયા વે બ્રીજ નજીકથી નીકળેલા સદર બજારના શખ્સને પકડી લીધો હતો. જ્યારે દેશી દારૂના ૨૪ દરોડામાં ૬ મહિલા સહિત ૧૭ને પકડી લેવાયા હતાં. જ્યારે પોલીસને જોઇ દારૂ રેઢો મુકી સાત ભાગી ગયા હતાં.

ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવી, એએસઆઇ ઇન્દુભા રાણા, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિગ્વીજયસિંહ જાડેજા, કોન્સ. રણધીરભાઇ સવસેટા, વાલજીભાઇ જાડા, દેવાભાઇ ધરજીયા, દિપકભાઇ ડાંગર, ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સલિમભાઇ મકરાણી, પ્રવિણભાઇ જામંગ, રાણાભાઇ કુગશીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ધમભા અને રણધીરભાઇની બાતમી પરથી સોરઠીયા વે-બ્રિજ પાસે વોચ રાખી જીજે૩એયુ-૨૩૯ નંબરની રિક્ષાને અટકાવી તલાશી લેતાં રૂ. ૨૮૮૦૦નો ૭૨ બોટલ દારૂ મળતાં તે તથા રિક્ષા મળી રૂ. ૬૩૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. રિક્ષાચાલક સદર બજાર ભીલવાસ-૩માં રહેતાં અમિત ભરતભાઇ રાઠોડ (ઉ.૩૧)ની ધરપકડ કરી તે દારૂ કયાંથી લાવ્યો? તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

માયાણીનગરમાં અનિલ બે બોટલ દારૂ મુકી ભાગ્યો

ડીસીબીના મયુરભાઇ મેઘજીભાઇએ માયાણીનગર રોડ પાણીના ટાંકા પાસે વોચ રાખી હોઇ કવાર્ટરમાં રહેતો અનિલ વાળંદ તેને જોઇ રૂ. ૧૧૦૦નો બે બોટલ દારૂ રેઢો મુકી ભાગી જતાં કબ્જે કરી તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

દેશી દારૂના દરોડા

લોહાનગર મફતીયાપરામાં પોલીસે દરોડો પાડી અનુ ધીરૂ મેર તથા ઉષા વેરશી દેવીપૂજકના ઘરેથી ૬૦-૬૦ રૂપિયાનો દારૂ કબ્જે લીધો હતો. આ બંને હાજર નહોતી. ભવાનીનગર-૩માંથી ભરત મગનભાઇ ચોૈહાણને રૂ. ૮૦ના, આલાબાઇના ભઠ્ઠા પાસેથી મંજુ બાબુ પરમારને રૂ. ૮૦ના, માલધારી સોસાયટીમાંથી  જીતેન્દ્ર ઉર્ફ બચ્ચન સવજીભાઇ સોલંકીને રૂ. ૮૦ના, મોરબી રોડ ગણેશ પાર્કમાંથી વસંતબેન મનોજ સોલંકીને રૂ. ૬૦ના, કુબલીયાપરા વોંકળા કાંઠેથી રાજુ ગોવિંદભાઇ સોલંકીને રૂ. ૨૦૦ના, ગવરીદળમાંથી મોંઘી રાજા વાઘેલાને રૂ. ૬૦ના, ગોંડલ રોડ ખોડિયારનગરમાંથી બકુલ ભીખાભાઇ મકવાણાને રૂ. ૬૦ના, ૧૫૦ રીંગ રોડ પર આંબેડકરનગરમાંથી મનુ કાળુભાઇ ચાવડાને રૂ. ૮૦ના, કીટીપરામાંથી નરેશ વિનુભાઇ વાઘેલાને રૂ. ૧૦૦ના, ગાયકવાડી-૩ના શીવા ઉર્ફ શીવો ગાંડુ ધંધુકીયાને રૂ. ૬૦ના, કીટીપરાની લાભુ મેઘજી સાડમીયાને રૂ. ૧૦૦ના, કણકોટમાંથી દિનેશ બાબુ દેગામાને રૂ. ૧૦૦ના દેશી દારૂ સાથે પકડી લેવાયો હતો.

આ ઉપરાંત પુનિતનગર હાઉસીંગ કવાર્ટર પાસેથી જગદીશ હીરાભાઇ ચાવડાને રૂ. ૧૦૦ના, વિજય ભયલુભાઇ ગોહેલને રૂ. ૧૦૦ના, મોટા મવા ગોવાણી છાત્રાલય પાછળથી વિજય ગોપાલભાઇ મંડોળીયાને રૂ. ૧૦૦ના, જીવરાજ પાર્ક પાસેથી બાબુ જેસંગભાઇ મકવાણાને રૂ. ૬૦ના દારૂ સાથે પકડી લેવાયા હતાં.

દારૂ મુકી સાત ભાગ્યા

જ્યારે પોલીસને જોઇ સાત જણા દારૂ રેઢો મુકી ભાગ્યા હતાં. જેમાં કુબલીયાપરા નદી કાંઠે દરોડો પડતાં અજય હમીરભાઇ રાઠોડ રૂ. ૨૪૦નો દારૂ ફેંકી,ગોંડલ રોડ આંગનસીટી સામેના ભાગે સોની ગોપાલ દેવીપૂજક રૂ. ૬૦નો, પુનિતનગર પાસે વૃંદાવન-૧૫માં કૈલાસબા રઘુભા ઝાલા રૂ. ૧૦૦નો, મોટા મવા શનિવારી પાછળ સંગીતા ઉર્ફ સંગુ રમેશ માધાસુરીયા રૂ. ૧૦૦નો અને કિડની હોસ્પિટલ પાછળ શાંતિનગરમાંથી ચોથી કાના સોલંકી રૂ. ૨૪૦નો દારૂ મુકી ભાગી ગયા હતાં.

હદપાર પકડાયા

રામનાથપરા ભવાનીનગર-૪માં રહેતાં બે શખ્સો ભાવેશ હરિભાઇ ચોૈહાણ (ઉ.૫૨) તથા ગોવિંદ લાખાભાઇ ચોૈહાણ (ઉ.૫૩) રાજકોટ શહેર ગ્રામ્ય જામનગર, સુરેન્દ્રનગર અને મોરબી જીલ્લામાંથી હદપાર હોવા છતાં તેના ઘર પાસે આવતાં એ-ડિવીઝનના શિવરાજસિંહ જાડેજા, રામગરભાઇ ગોસાઇ, જગદીશભાઇ, નરેશકુમાર ઝાલા, કરણભાઇ સહિતની ટીમે બંનેને પકડી લઇ જીપીએકટ ૧૪૨ મુજબ ગુના દાખલ કર્યા હતાં.

આ ઉપરાં યુનિવર્સિટી રોડ કિડની હોસ્પિટલ પાછળ શાંતિનગર ઝૂપડામાં રહેતી મંજુ રામભાઇ રાઠોડ (દેવીપૂજક) (ઉ.૪૭) રાજકોટ શહેર-ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર જીલ્લામાંથી હદપાર હોવા છતાં ઘર પાસે આવતાં યુનિવર્સિટી પોલીસ મથકના હરેશભાઇ પરમાર, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતે પકડી લીધી હતી. તેની પાસેથી રૂ. ૩૦૦નો ૧૫ લિટર દારૂ પણ મળતાં કોન્સ. ગિરીરાજસિંહ જાડેજાએ અલગ ગુનો નોંધ્યો હતો.

(12:17 pm IST)