Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

બુટલેગર હર્ષદ ઉર્ફ મહાજન ડીસીબીના બે ગુનામાં આગોતરા સાથે રજૂ થયો

ધરપકડ બાદ જામીન પર મુકત કરવાની કાર્યવાહી

રાજકોટ તા. ૧૪: શહેર પોલીસે અગાઉ પકડેલા વિદેશી દારૂના જથ્થાઓમાં સપ્લાયર તરીકે  નામચીન બુટલેગર હર્ષદ ઉર્ફ મહાજન માણેકલાલ માંડલીયા (ઉ.૩૮-રહે. વાઘેશ્વરી કૃપા, વૃંદાવન પાર્ક-૧, ભવાની ચોક, કોઠારીયા રોડ)નું નામ ખુલ્યું હોઇ તેની શોધખોળ થઇ રહી હતી. દરમિયાન ડીસીબી પોલીસ મથકના દારૂના બે ગુનામાં હર્ષદ ઉર્ફ મહાજન આગોતરા જામીન સાથે હાજર થતાં તેની ધરપકડ કરી જામીન મુકત કરવામાં આવેલ છે. અન્ય  પોલીસ મથકોમાં પણ દારૂ પકડાતાં સપ્લાયર તરીકે આ શખ્સનું નામ ખુલ્યું હતું.

(12:14 pm IST)