Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

કાળીપાટના ચકચારી ' ડબલ મર્ડર ' કેસના ત્રણ આરોપીની જામીન અરજી હાઇકોર્ટમાંથી પાછી ખેંચાઇ

રાજકોટ તા. ૧૪ : કાળપાટના ચકચારી ડબલ મડસ્ર ક.સમાં ત્રણેય આરોપીઓની જામીન અરજી રદ થાય તેવા સંજોગો જણાતા આરોપીઓએ જામીન અરજી પાછી ખેંચી લીધી હતી.

આ બનાવમાં પોલીસ કેસની ટુંકી વિગત એવી છે કે તા. ૧૦/૭/૨૦૧૧ ના રોજ કાળીપાટ ગામે માતાજીના મઢ પાસે તાવા પ્રસંગે ભેગા થયેલા દરબારોએ એક કિશોરને ગાળો બોલવાની ના પાડતા આ કામના ૧૦ આરોપીઓ કે જેમાં આરોપી નં.(૧) છગન રઘાભાઇ (ર) ધીરૂભાઇ દુધરેજીયા (૩) સુરેશ રઘાભાઇ દુધરેજીયા (૪) દિનેશ રઘાભાઇ દુધરેજીયા (૫) જેન્તી પ્રેમજીભાઇ દુધરેજીયા (૬) સવજી દેવશીભાઇ દુધરેજીયા (૭) બાબુ ઉકાભાઇ દુધરેજીયા (૮) મનસુખ દેવશીભાઇ દુધરેજીયા તથા બે મહીલા આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી તલવાર, ધારીયા તથા લોખંડના પાઇપ જેવા જીવલેણ હથીયારો ધારણ કરી દરબારો ઉપર હુમલો કરેલ. જેમાં ઘવાયેલા વિશ્વજીતસિંહ જાડેજા તથા મહેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયેલ તથા અન્યસાત દરબાર શખ્સો ગંભીર રીતે ઘાયલ થયેલ બનાવની ફરીયાદ સત્યજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાએ પોલીસમાં કરેલ જેથી પોલીસએ તપાસ પૂર્ણ કરીઙ્ગતમામ આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૦૭, ૧૪૯ વિ. કલમો અન્વયે ચાર્જશીટ કરેલ અને કેસમાં ધરપકડ થયેલ અને જેલમાં રહેલ ત્રણ આરોપીઓએ છગનભાઇ, ધીરૂભાઇ, સુરેશભાઇ પોતાના વકીલશ્ી મારફત જામીન ઉપર છુટવા માટે રાજકોટ સેશન્સ અદાલતમાં રેગ્યુલર તથા વચગાળાની જામીન અરજી કરેેલ હતી. જેના ગુણદલષ્ન ઉપર સેશન્સ જજ શ્રી એચ.આર. રાવલે ના મંજુર કરેલે જેની સામે સદરહુ ત્રણેય આરોપીઓએ જામીન ઉપર છુટવા માટે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી.

કેસના તમામ સંજોગો જોતા ગુજરાત હાઇકોર્ટે ત્રણેય આરોપીઓની જામીન અરજી નામંંજુર રવાનું વલણ દેખાવતા આરોપીઓએ જામની અરજી વિથ ડ્રો કરેલ હતી.

આ કામમા મુળ ફરીયાદી સત્યજીતસિંહ  અનિરૂધ્ધસિંહ જાડેજા વતી ગુજરાત હાઇકોર્ટમાં વકિલ શ્રીવિશાલ આણંદજીવાલા તથા રૂપરાજસિંહ પરમારે દલીલો કરેલ તથા તેમની સાથે અન્ય વકીલશ્રીઓ અજીત પરમાર, કુલદિપસિંહ જાડેજા રોકાયેલ હતા.

(11:50 am IST)