Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ઘરેલું હિંસાના કેસમાં પત્નિને ભરણ પોષણ ઘરભાડુ અને વળતર ચુકવવા કોર્ટનો હુકમ

રાજકોટ તા.૧૪: ચીફ જયુડી. મેજી.શ્રી એચ.એસ.દવેએ ડોમેસ્ટીક વાયોલન્સ એકટની ફરીયાદમાં પત્ની તથા સગીર પુત્રને માસીક રૂ.૧૦૦૦૦ ભરણ પોષણ તથા રૂ.૨૫૦૦ મકાન ભાડાના તથા ૫૦૦૦૦ (પચ્ચાસ હજાર પુરા) ચુકવવાનો હુકમ ફરમાવેલ છે.

આ બનાવની ટૂંક હકીકત મુજબ રાજકોટના કોઠારીયા રોડ પાસે આવેલ હુડકો કવાર્ટરના રહીસ અલ્પાબેન અલ્પેશભાઇ મકવાણા કે જેમના લગ્ન ગ્રીનપાર્ક, ગોંડલના રહેવાસી અલ્પેશભાઇ ગીરીશભાઇ મકવાણા સાથે થયેલ હતા લગ્ન બાદ પુત્રનો જન્મ થયેલ અને થોડો સમય લગ્ન જીવન સારૂ ચાલ્યા બાદ પતી તથા સાસરીયાઓએ ફરીયાદણ અલ્પનાબેનને શારિરીક માનસીક દુઃખત્રાસ દેવાનુ ચાલુ કરેલ અને દહેજની માંગણી ચાલુ કરેલ અને ઘરમાથી કાઢી મુકેલ જેથી ફરીયાદણ અલ્પનાબેન એ વર્ષ ૨૦૧૬માં તેના પતી અલ્પેશભાઇ મકવાણા, સસરા ગીરીશભાઇ મકવાણા, સાસુ હેમલતાબેન મકવાણા, દીયર વીપુલભાઇ મકવાણા વિરૂધ્ધ રાજકોટની ચીફ કોર્ટમાં ડોમેસ્ટીક વાયોલન્સ એકટની કલમ ૧૨(૧) મુજબ ની ફરીયાદ દાખલ કરેલ હતી.

આ અંગેની સમગ્ર ટ્રાયલ પુર્ણ થયા બાદ ચીફ જયુડી.મેજી. શ્રી એચ.એસ.દવેએ દર માસે ફરીયાદણ અલ્પનાબેન મકવાણાને ભરણપોષણ પેટે માસીક રૂ.૫૦૦૦ તથા સગીર પુત્રને માસીક રૂ.૫૦૦૦ અને મકાન ભાડા પેટે માસીક રૂ.૨૫૦૦ તથા વળતર પેટે રૂ.૫૦૦૦૦ (પચ્ચાસ હજાર પુરા) અરજીની તારીખથી ચડયે ચુકવવાનો હુકમ ફરમાવેલ છે.

 આ કામે ફરીયાદણ વતી એડવોકેટ સંજય એચ.પંડિત રોકાયેલ હતા.

(3:29 pm IST)