Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ચૂંટણીમાં કોમ્યુનિટી હોલના ર૦૦ બુકિંગ પર લટકતી તલવાર

એપ્રિલમાં લગ્નગાળો હોઇ કોર્પોરેશનના તમામ ર૦ કોમ્યુનિટીહોલ બુક થઇ ગયા છે પરંતુ ચૂંટણીમાં પોલીસને ફાળવવામાં આવશે તો અનેકના પ્રસંગો રઝળશે : પોલીસને ડોરમેટરી અથવા આવાસના કવાર્ટરો ફાળવવાનો વિકલ્પ ખૂલ્લો

રાજકોટ તા. ૧૩ : આગામી લોકસભાની ચુંટણી દરમિયાન મ્યુ.કોર્પોરેશનના કોમ્યુનિટી હોલ પોલીસ જવાનોને રહેવા માટે ફાળવવાની માંગશહેર પોલીસ દ્વારા થતા આગામી એપ્રિલ-મે મહીના દરમિયાન ર૦ જેટલા કોમ્યુનિટી હોલના ર૦૦ જેટલા બુકીંગ રદ કરવા પડે તેવી સ્થીતી સર્જાઇ છે જેના કારણે આ બુકીંગ ઉપર લટકતી તલવાર છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનના સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ આગામી ર૩ એપ્રિલે યોજાનાર લોકસભાની ચૂંટણી માટે રાજકોટ ખાતે બહારગામથી બંદોબસ્ત માટે આવનાર પોલીસ ત્થા એસ.આર.પી. જવાનોને રહેવા માટે મ્યુ.કોર્પોરેશનના કોમ્યુનિટી હોલ અથવા લાઇટ-પાણી ટોઇલેટની સુવિધાવાળા આવાસ યોજનાના કવાર્ટરો અથવા ડોરમેટરીની વ્યવસ્થા કરવા માટે શહેર પોલીસના અધિકારી દ્વારા પત્ર પાઠવી માંગ ઉઠાવાઇ છે

આમ શહેર પોલીસની ઉપરોકત માંગણીને કારણે આગામી એપ્રિલ-મે મહીનામાં કોર્પોરેશનના ર૦ જેટલા કોમ્યુનીટી હોલના બુકિંગ રદ કરવા પડે તેવી સ્થીતી સર્જાઇ છે અને જો કોમ્યુનિટીહોલના બુકીંગ રદ કરીને આ હોલ પોલીસને ફાળવવામાં આવશે તો ર૦૦ જેટલા પરિવારોના પ્રસંગો રઝળી પડશે જેના કારણે જબરો ઉહાપોહ  મચી જશે આથી જો વિકલ્પે આવાસ યોજનાના કવાર્ટરો અન ેડોરમેેટરીની વ્યવસ્થા થાય તો ગરીબ-મધ્યમવર્ગના પ્રસંગો રઝળતા અટકી જાય અને લોકોને છેલ્લી ઘડીએ હોલ બુકીંગ માટે દોડવુ ન પડે.

નોંધનિય છે કે મ્યુ.કોર્પોરેશનના વસંતરાય ગજેન્દ્ર ગડકર કોમ્યુનિટી હોલ (ગુરૂપ્રસાદ ચોક), શ્રી પ્રતાપભાઇ ડોડીયા કોમ્યુનિટી હોલ (માયાણી ચોક), શ્રી મનસુખભાઇ ઉધાડ કોમ્પ્યુનીટી હોલ (માયાણી ચોક) એકલવ્ય કોમ્યુનિટી હોલ (જાગનાથ પ્લોટ)શ્રી ગુરૂ ગોવિંદસિંહજી કોમ્યુનીટી હોલ (રૈયા રોડ) પંડીત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનીટી હોલ યુનિટ-૧ (પેડક રોડ) શ્રી મોહનભાઇ સરવૈયા કોમ્યુનિટી હોલ, શ્રી ગુરૂનાનક કોમ્યુનિટી હોલ (ગાયકવાડી) શ્રી વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ (કોઠારીયા રોડ) આંદનગર કોમ્યુનીટી હોલ (પારડી રોડ) શ્રી નાનજીભાઇ ચૌહાણ કોમ્યુનિટી હોલ (ધરમનગર આવાસ પાસે) શ્રી નવલસિંહ ભટ્ટી કોમ્યુનિટી હોલ (ધરમનગર આવાસ પાસે) ડો. આંબેડકર કોમ્યુનિટી હોલ, અવંતિબાઇ લોધી કોમ્યુનિટી હોલ, શ્રી મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલ (સંત કબીર રોડ) શ્રી કાંતીભાઇ વૈદ કોમ્યુનિટી હોલ (કોઠારીયા રોડ) કોમ્યુનીટી હોલ નવ થોરાળા મેઇન રોડ વગેરે સહીત કુલ ર૦ કોમ્યુનીટી હોલમાં એપ્રિલ-મે મહીના દરમિયાન ર૦૦ જેટલા પ્રસંગોના બુકીંગ થયા છ.ે

(4:03 pm IST)