Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

કમોસમી વરસાદથી ઘઉં, જીરૂ, ચણા, લસણના પાક પર ખતરો

ખેત ઉપજ તૈયાર થવા ટાણે જ વરસાદી વાતાવરણથી ખેડૂતો ચિંતામાં

રાજકોટ તા.૧૩: સૌરાષ્ટ્ર-ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં ફાગણમાં અચાનક વરસાદી વાતાવરણ થતા ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા છે. અમૂક સ્થાનો પર વરસાદ પડયો છે. અને અમૂક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે તેનાથી શિયાળુ પાક પર ખતરો સર્જાયો છે.

સૌરાષ્ટ્રમાં આ વરસે ઓછા વરસાદના કારણે શિયાળુ વાવેતર ઓછુ થયેલ  પણ જયાં જીરૂ, લસણ, ચણા, ઘઉં વગેરે પાક ખેતરોમાં છે અને માથે વરસાદ પડયો છે ત્યાં નુકશાન થયું છે. ઉનાળાનો આરંભ થતા ઉપરોકત ખેતી ઉપજ  બજટમાં આવવાની તેૈયારી છે તેવા ટાણે જ વરસાદી ઝાપટા પડતા ખેતી ઉપજ બગડવાની ભીતિ જન્મી છે. અમૂક ખતેરોમાં તો નુકશાન થઇ ગયું છે. કેરીના પાક માટે પણ અત્યારનો વરસાદ પ્રતિકુળ ગણાય છે.

(3:49 pm IST)