Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

રાજકોટની પારિજાત સોસાયટીના ધર્મેન્દ્રસિંહ પરમારને યુનિ,પોલીસે પિસ્તોલ સાથે પકડ્યો

રાજકોટ : શહેર પોલીસ કમિશનર અનુપનસિંહ ગહલોત સા. તથા અધિક પોલીસ કમિશનર ડી.અેસ. ભટ  તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-ર કરણરાજ વાઘેલા તથા અધિક ના. પો. કમિ. પશ્‍ચિમ વિભાગ હર્ષદ મહેતા નાઅે મિલ્‍કત વિરૂધ્‍ધ તથા શરીર સંબંધી ગુન્‍હાઓ ન બને તે માટે પો. સ્‍ટે. વિસ્‍તારમાં સઘન પેટ્રોલીગ રાખવા સુચના કરેલ હોય જે સુચના માર્ગદર્શન મુજબ આજ રોજ ગાંધીગ્રામ-ર (યુનિ) પો. સ્‍ટે. ના પો. કોન્‍સ. રવીરાજસિંહ અશોકસિંહ તથા ધર્મેન્‍દ્રસિંહ વેલુભા ને મળેલ બાતમી આધારે રાજકોટ વિષ્‍ણુવિહાર સોસા. સામે બાપા સીતારામ મઢુલી પાસે આરોપી ધર્મેન્‍દ્રસિંહ ઉર્ફે મનુભાઇ જયદેવસિંહ પરમાર ઉ.વ.૪ર રહે. પારીજાત સોસાયટી શેરી નં. ૬ જયશ્રી માંડવરાયજી મકાન, વિમલનગર મેઇન રોડ, રાજકોટ રહેતો  તેમજ તેમની પાસેથી મળી આવેલ મુદ્દામાલમાં અેક દેશી બનાવટની પિસ્‍ટલ હથિયાર કિ. રૂ. ૧૦,૦૦૦ મળી આવેલ છે આ ઉપરાંત આરોપી અગાઉ મર્ડર, ગે. કા. હથિયાર તથા મારામારીના અન્‍ય ગુન્‍હામાં પણ પકડાયેલ હતો.

પોલીસની કાર્યવાહીમાં પો. ઇન્‍સ. અેમ.ડી. ચંદ્રવાડીય, પો.સ.ઇ. બી.જે. કડાછા, પો. હેડ કોન્‍સ. હરેશભાઇ પરમાર, પો. કોન્‍સ. અમીનભાઇ ગફારભાઇ, રવીરાજસિંહ અશોકસિંહ, ધર્મેન્‍દ્રસિંહ વેલુભા, ગીરીરાજસિંહ હરીચંદ્રસિંહ તથા લક્ષ્‍મણભાઇ સીતારામભાઇ વિ. પોલીસ સ્‍ટાફને આરોપીને પકડવા સફળતા મળી હતી.

(10:24 pm IST)