Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

જથ્થાબંધ મોંઘવારી દર ફેબ્રુઆરીમાં ઘટ્યા

રાજકોટ, તા.૧૪ : રિટેલ મોંઘવારીની બાદ હવે ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દરમાં પણ ઘટાડો થયો છે. ફેબ્રુઆરીમાં ડબ્લ્યૂપીઆઈ મોંદ્યવારી દર ઘટીને ૨.૪૮ ટકા રહી છે. જે  જાન્યુઆરીમાં ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર ૨.૮૪ ટકા રહ્યો હતો. ખાણી-પીણીની ચીજ વસ્તુઓનો મોંઘવારી દરમાં જોરદાર ઘટાડો જોવાને મળ્યો છે. માસિક આધાર પર ફેબ્રુઆરીમાં ખાદ્ય મોંઘવારી દર ૧.૬૫ ટકાથી ઘટીને ૦.૦૭ ટકા રહ્યો છે.

મહિનાના આધાર પર ફેબ્રુઆરીમાં મેન્યુફેકચર્ડ પ્રોડકટ્સનો ડબ્લ્યૂપીઆઈ મોંદ્યવારી દર ૨.૭૮ ટકાથી વધીને ૩.૦૪ ટકા રહ્યો છે. જયારે ફેબ્રુઆરીમાં પ્રાઇમરી આર્ટિકલ્સનો ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર ૨.૩૭ ટકાથી ઘટીને ૦.૭૯ ટકા રહ્યું છે.

ફેબ્રુઆરીમાં શાકભાજીઓનો ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર ૪૦.૭૭ ટકાથી ઘટીને ૧૫.૨૬ ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં ઈંધણ અને વીજળીનો ડબ્લ્યૂપીઆઈ મોંદ્યવારી દર ૪.૦૮ ટકાથી ઘટીને ૩.૮૧ ટકા રહ્યો છે. જયારે ફેબ્રુઆરીમાં ગેર-ખાદ્યપદાર્થોનો ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર-૧.૨૩ ટકાના મુકાબલે-૨.૬૬ ટકા રહ્યો છે અને ઈંડા, માંસનો ડબ્લ્યૂપીઆઈ મોંદ્યવારી દર ૦.૩૭ ટકાથી ઘટીને -૦.૨૨ ટકા રહ્યો છે.

(5:26 pm IST)