Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

વિરોધાભાસી વિચારધારાને સત્તા સુધી પહોંચવા નહિં દઈએ

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણી અંતર્ગત પ્રદેશ ભાજપ લીગલ સેલના કન્વીનર જે. જે. પટેલ ''અકિલા''ની મુલાકાતે : ગુજરાતમાં ૭૫ હજાર વકીલ મતદારો, બાર વકીલ મંડળોને ઈલાયબ્રેરી, મૃત્યુ - માંદગીની સહાયમાં વધારો

રાજકોટ, તા. ૧૪ : બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણી આગામી ૨૮મી માર્ચે છે. દિન પ્રતિદિન પ્રચાર - પ્રસારની કામગીરી તેજ થઈ રહી છે. દરમિયાન આજે ''અકિલા'' કાર્યાલયે પ્રદેશ ભાજપ લીગલ સેલના કન્વીનર શ્રી જે. જે. પટેલ ''અકિલા'' કાર્યાલયની મુલાકાતે આવેલા.

તેઓએ જણાવેલ કે વિરોધાભાસી વિચારધારા ધરાવનારાઓને સત્તા સુધી પહોંચવા દેશુ નહિં. ૧૯૯૮થી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં ભાજપ પ્રેરીત સમરસનું શાસન છે. પાંચમી વખત પણ સતા મળશે જ તેનો સંપૂર્ણ વિશ્વાસ છે. ચૂંટણી આવી રહી હોય હું પ્રચાર પ્રસારની કામગીરી માટે સૌરાષ્ટ્રના પ્રવાસે છે.

શ્રી જે. જે. પટેલે વધુમાં કહેલ કે અમારૂ આ મંડળ ગુજરાતના વકીલોની માતૃસંસ્થા છે વકીલો અને જ્યુડીસરી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને એક માતા તરીકે જુએ છે હાલ ૭૫ હજાર વકીલ મતદારો છે. નરેન્દ્રભાઈ મોદી રાજયના મુખ્યમંત્રી હતા ત્યારે બાર કાઉન્સીલ મંડળને ઈલાઈબ્રેરીની સુવિધા આપી હતી. ૧ લાખ સુધીના પુસ્તકો વિનામૂલ્યે આપ્યા હતા. અનેક સંમેલનો, સેમીનારો યોજાયા હતા. નવા ઉગતા વકીલો માટે પણ સારી એવી કામગીરી કરી રહી છે. અમારૂ મંડળ એક વિચારધારા સાથે ૪૫ ઉમેદવારો લડી રહ્યા છે. સારા વિચારધારા ધરાવતુ વકીલોનું મંડળ ચૂંટણી લડતી હોય છે.

૧૯૯૮માં વકીલોને મૃત્યુ સહાય ૫૦ હજાર અને માંદગીની સહાય ૧૦ હજાર મળતી હતી જે આજે વધીને તેના સ્લેબમાં વધારો કરી ત્રણ લાખ આપવામાં આવે છે.

ઉપરોકત તસ્વીરમાં સર્વેશ્રી જે. જે. પટેલ - પ્રદેશ લીગલ સેલ કન્વીનર (મો.૯૮૨૫૦ ૭૭૨૨૦), હિતેષભાઈ દવે - રાજકોટ શહેર લીગલ સેલ કન્વીનર, સી. એચ. પટેલ - રાજકોટ રેવન્યુ બાર એસો. પ્રમુખ, રૂપરાજસિંહ પરમાર - જોઈન્ટ સેક્રેટરી રાજકોટ બાર એસો. રાજકોટ કાર્ય છે નીતિ વિષયના કન્વીનર, ધર્મેશ સખીયા, કિ.સી. પરમાર, વિજય દવે, વિરેન વ્યાસ, પ્રકાશસિંહ ગોહિલ (નોટરી એસો. પ્રમુખ), ભરતભાઈ આહ્યા, જયેશભાઈ જાની, ધીમનભાઈ જોષી, આનંદભાઈ પરમાર અને દિલસુખભાઈ રાઠોડ નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(5:22 pm IST)