Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

લોધીકાના ખીરસરામાં મામલતદાર દ્વારા દબાણ હટાવ ઓપરેશનઃ કરોડોની પ એકર જગ્યા ખૂલી કરાવાઇ

રાજકોટ રૂરલ પ્રાંત પ્રભાવ જોષીની સુચના બાદ : મામલતદાર તથા સર્કલ ઓફીસર નીખીલ રીંડાણી દ્વારા કાર્યવાહીઃ જીઆઇડીસીને આ જગ્યા અપાઇ હતી

લોધીકાના ખીરસરામાં મામલતદાર મકવાણા તથા સર્કલ ઓફીસર શ્રી નીખીલ રીંડાણી, પીએસઆઇ શ્રી ચૌહાણ વિગેરે દ્વારા ર૦ હજાર ચો. મી. જમીન ખૂલ્લી કરાવાઇ તે અને લોકોના એકઠા થયેલા ટોળા નજરે પડે છે.

રાજકોટ તા. ૧૪ :.. લોધીકા તાલુકાના ખીરસરામાં પ એકર સરકારી સર્વે નં. ૪૧ર પૈકી ૭૬ ની જગ્યા ઉપર ઉભુ થઇ ગયેલ એકતાનગરમાં આજે બુલડોઝર ફેરવી કરોડોની જમીન ખુલ્લી કરાવાઇ હતી.

રાજકોટ રૂરલ પ્રાંત શ્રી પ્રભાવ જોષીની સુચના બાદ લોધીકા મામલતદાર શ્રી મકવાણા, સર્કલ ઓફીસરશ્રી નીખીલ રીંડાણી તથા સ્ટાફ દ્વારા સઘન બંદોબસ્ત અને જેસીબી સાથે બપોરથી ઓપરેશન હાથ ધરી કાચા-પાકા ૧રપ જેટલા મકાનો તોડી પાડી પ એકર જમીન ખુલ્લી કરાવાઇ હતી.

ઓપરેશન સમયે લોકોમાં ટોળા એકઠા થઇ ગયા હતા, મામલો તંગ બન્યો  હતો, પરંતુ સઘન પોલીસ બંદોબસ્ત હોય કોઇ કારી ફાવી ન હતી.

આ જમીન કલેકટરે જીઆઇડીસીને અગાઉ ફાળવેલ હતી, બે વખત મુદત -નોટીસો આપવા છતાં દબાણકારોએ જમીન ખાલી કરી ન હતી, આખરે આજે બુલડોઝર ફેરવી દેવાયું હતું અને કરોડોની જમીન ખુલ્લી કરાવાઇ હતી.

અહેવાલ મુજબ, ખીરસરા સર્વ નં. ૪૧ર પૈકી ૭૬ ની ર૦૦૦૦ ચોરસ મીટર જગ્યા ખાલી કરવા ઓપરેશન હાથ ધરાયું હતું. લોધીકા મામલતદાર મકવાણા સર્કલ ઓફીસર નિખીલ રીંડાણી તથા લોધીકા પી. એસ. આઇ. ચૌહાણ તેમજ મહિલા પોલીસ બંદોબસ્ત સાથે ઓપરેશન કરાયેલ.

 મેટોડા જીઆઇડીસી પાછળ આવેલ ખીરસરા સર્વે નં. ૪૧ર પૈકી ૭૬ ની જગ્યા ર૦૦૦૦ ચો. મીટર જગ્યા જીઆઇડીસી ને ઘન કચરા માટે આપેલ છે. જેના ઉપર છેલ્લા દશ વર્ષથી એકતાનગર નામ આપી લોકો વશે છે જેમાં ૧૦૦ થી ૧પ૦ મકાન છે. પરંતુ આ જગ્યા જીઆઇડીસીને સોંપેલ હોવાથી મામલતદાર લોધીકા જગ્યાના કબ્જા માટે આવેલ છે, અને અત્યારે જગ્યાની માપણી ચાલે છે જેમાંથી ર૦,૦૦૦ ચો. મીટર જગ્યા ખાલી કરાવી જીઆઇડીસીને કબ્જો સોંપવામાં આવશે તેમ મામલતદાર લોધીકા મકવાણા એ ઉમેર્યુ હતું.

છેલ્લે વિગતો મુજબ લોકોએ પોતાની જાતે પોતાનો સામાન ખસેડી લીધો છે, ઓપરેશન કાર્યવાહી ચાલુ છે.

(4:53 pm IST)