Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

જીપીએસસી કલાસ-૧માં મહિલા ઉમેદવારોમાં સૌ પ્રથમ સ્થાન મેળવી ડેપ્યુટી કલેકટર બનતા સરયુબા

રાજકોટ, તા., ૧૪: સરયુબા હરિસિંહ ઝનકાર એ હાલમાં લેવાયેલી જીપીએસસી કલાસ ૧-ર ની પરીક્ષામાં ગુજરાત રાજયમાં  મહિલા ઉમેદવારોમાં પ્રથમ નંબર અને જનરલ ક્રમાંકમાં ૮ મો નંબર મેળવી કલાસ-૧ કેડરમાં ડેપ્યુટી કલેકટર તરીકે સિલેકશન મેળવ્યું છે.

સરયુબા માળીયા હાટીના તાલુકાના કાણેક ગામના વતની છે. તેઓ રાજકોટની ધુલેશીયા સ્કુલમાં એસએસસીમાં  સ્કુલ ફર્સ્ટ  આવ્યા હતા. ત્યારથી શરૂ થયેલી ઉજ્જવળ શૈક્ષણીક કારકીર્દીએ આજે તેમને માનભર્યુ સ્થાન અપાવ્યું છે. તેમણે વીવીપી એન્જીનીયરીંગ કોલેજમાંથી ડીસ્ટીકશન  માર્કસ સાથે કોમ્પ્યુટર એન્જીનીયરીંગની ડીગ્રી હાંસલ કરી હતી. ત્યાર બાદ દિલ્હી અને અમદાવાદ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી જીપીએસસી પરીક્ષા પસાર કરી છે. તેઓ નિવૃત ડીવાયએસપી હરિસિંહ જે.ઝનકાર તથા શ્રીમતી વનીતાબાના સુપુત્રી છે. તેમના પતિ દુષ્યંતસિંહ જસરોટીયા ભારતીય સેનામાં મેજર છે.

છેલ્લા દાયકામાં લેવાયેલી જીપીએસસીની પરીક્ષાઓમાં મહિલા ઉમેદવાર તરીકે  ટોપ-૧૦માં સ્થાન મેળવનાર સરયુબા ઝનકાર સૌ પ્રથમ મહિલા છે. તેમણે ઝનકાર પરિવાર અને સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યુ છે. ( હરિસિંહ ઝનકાર  મો.નં. ૯૮ર૪ર ૮૯૮૬૬)

(4:51 pm IST)