Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

વિશ્વમાં ૮ કરોડ લોકોને ઝામર, ૧ કરોડ અંધ થઈ ગયા

ઝામરની યોગ્ય સારવારથી તેને અટકાવી શકાય છે : ડો. ચિંતન ધોળકીયા : વિશ્વ ઝામર સપ્તાહ અંતર્ગત શ્રી રામકૃષ્ણ આશ્રમ દ્વારા શનિવારે ઝામર અંગે નિઃશુલ્ક માહિતી અને માર્ગદર્શન સેમીનાર

રાજકોટ, તા. ૧૪ : ભગિની નિવેદીતાની ૧૫૦મી જન્મજયંતિ અને વિશ્વ ઝામર સપ્તાહ અંતર્ગત શ્રી રામકૃષ્ણ આશ્રમ - રાજકોટ દ્વારા આગામી તા.૧૭ના શનિવારના રોજ સાંજે ૫:૩૦ થી ૭:૩૦ સુધી વિવેક હોલ (રામકૃષ્ણ આશ્રમ મેડીકલ સેન્ટર, જસાણી કોલેજની બાજુમાં, ડો. યાજ્ઞિક રોડ) ખાતે ઝામર અંગે નિઃશુલ્ક માહિતી અને માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવેલ.

આ તકે ડો. ચિંતન ધોળકીયાએ જણાવેલ કે આજે દુનિયામાં ૮ કરોડ લોકોને ઝામર છે. જેમાંથી ૧ કરોડ લોકો અંધ થઈ ગયા છે. જયારે દેશમાં દેશમાં એકથી બે ટકા લોકોને ઝામરનો રોગ છે. આંખમાં થતો ઝામર એ એવો રોગ છે જે નાબુદ થઈ શકતો નથી પણ તેને યોગ્ય સારવારથી અટકાવી શકાય છે.

સામાન્ય રીતે દર્દીઓ આ રોગનું નિદાન કરાવતા હોય છે બાદમાં ફેર ન પડે તો દવા જ બંધ કરી દેતા હોય છે. આ એક આંખનો એવો રોગ છે જે સંપૂર્ણપણે નાબુદ થઈ શકતો નથી પણ તેને અટકાવી જરૂર શકાય છે. તેમ ડો. ચિંતન ધોળકીયાએ અંતમાં જણાવ્યુ હતું.

આ માર્ગદર્શન સેમીનારમાં ભાગ લેવા મો. ૯૮૭૯૮ ૭૦૯૮૫ ઉપર નામ નોંધાવી દેવા જણાવાયું છે.

 

(4:47 pm IST)