Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

સંત કબીર રોડ પર આરોગ્ય વિભાગનું ચેકીંગઃ ર૩ કીલો અખાદ્ય પદાર્થોનો નાશ

રાજકોટઃ 'વન-ડે વન-રોડ' અંતર્ગત આજે સંત કબીર રોડ પર આરોગ્ય વિભાગે ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં ૭ કીલો વાસી ચટણી, ૬ કીલો અખાદ્ય તરબુચ, ૯ કિલો દાઝેલુ તેલ વગેરે ખાદ્ય પદાર્થોનો નાશ કરાયેલ તથા ર૧ કિલો છાપાની પસ્તી જપ્ત કરી હતીઃ આ રોડ પર ૪૩ ખાણી-પીણીના સ્થળોએ ચેકીંગ કરી ફુડ લાયસન્સ નહી રાખનાર રર વેપારીઓને નોટીસ ફટકારાયેલઃ તમામ કામગીરી મ્યુનીસીપલ કમિશ્નરશ્રી બંછાનીધી પાનીની સુચના અનુસાર ઇ.ચાર્જ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ઇસ્ટ ઝોન ડો. મનીષ  ચુનારા, નાયબ આરોગ્ય અધિકારી સેન્ટ્રલ ઝોન, ડો. હિરેન વિસાણી, ડેઝીગ્નેટેડ ઓફીસર અમિત પંચાલ, બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ, મેલેરીયા ઇન્સ્પેકટરો ભરતભાઇ વ્યાસ, દિલીપદાન નાંધુ, રીતેશભાઇ પારેખ તથા ફુડ ઇન્સ્પેકટરો ચંદ્રકાંત ડી.વાઘેલા, હિમાંશુ જી.મોલીયા, કૌશીક જે.સરવૈયા, કેતન એમ. રાઠોડ તેમજ રાજુલ આર.પરમાર દ્વારા કરવામાં આવેલ.

(4:43 pm IST)