Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

આતુરતાનો અંત....

રપમીએ કોર્પોરેશનમાં કલાર્કની ૭પ જગ્યા માટે ૪૭,પ૦ર ઉમેદવારોની જમ્બો પરીક્ષા

ઐતિહાસિક આયોજનઃ રાજયના પાંચ શહેરોમાં કુલ ૭૦ કેન્દ્ર ખાતે પરીક્ષા : કુલ મોટી સંખ્યામાં ઉમેદવારોને ધ્યાનમાં રાખી તેઓની સવલત માટે તા. ૨૫ના રોજ જુદા જુદા શહેરોમાં પરીક્ષાનુ વિશાળ સ્તરે આયોજનઃ સૌરાષ્ટ્રના ૩૦,૩૮૭ સહિત રાજયના કુલ ૪૭,૫૦૨ ઉમેદવારો મહાપાલિકાના વર્ગ-૧ અને ૨ ના અધિકારીઓને પરીક્ષા કેન્દ્રોની કામગીરીનું નિયંત્રણ અને દેખરેખ માટેની જવાબદારીઃ મ્યુનિ.કમિશ્નર બંછાનિધી પાનીની જાહેરાત

રાજકોટ, તા., ૧૪: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જુનિયર કલાર્કની ભરતી માટે આગામી તા.૨પ માર્ચના રોજ ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવેલ છે. આ પરીક્ષાના આયોજનમાં સૌથી ખાસ વાત એ છે કે, રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં કયારેય પણ જુનિયર કલાર્કની જગ્યા ભરવા માટેની પરીક્ષાનું એક કરતા વધુ શહેરોમાં આયોજન નથી થયું.

આ અંગે મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુનિયર કલાર્કની ૭૫ જગ્યાઓ ભરવા માટે કુલ ૪૭,૫૦૨ ઉમેદવારોએ નિયત ફી સાથે ઓનલાઈન અરજી કરેલી છે; જેમાં સૌરાષ્ટ્રના વિવિધ શહેરો અને ગામોના ૩૦,૩૮૭ ઉમેદવારો અમે સૌરાષ્ટ્ર સિવાય રાજયના અન્ય શહેરો અને ગામોના કુલ ૧૭,૧૧૫ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આગામી તા. તા.૨૫ માર્ચના રોજ સવારે ૧૧.૦૦ થી ૧૨.૦૦ વાગ્યા દરમ્યાન રાજકોટ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, જામનગર અને જુનાગઢ ખાતે પરીક્ષા લેવામાં આવનાર છે.

કમિશનરશ્રીએ વિશેષમાં એમ પણ કહ્યું કે, ઉમેદવારોની બહોળી સંખ્યાને ધ્યાનમાં રાખતા તેઓની સુગમતા માટે રાજકોટ મહાનગરપાલિકાએ વિવિધ પાંચ શહેરોમાં આ લેખિત પરીક્ષાનું આયોજન કર્યું છે. આ પાંચ શહેરોમાં જુદી જુદી શાળાઓ-કોલેજોમાં કુલ ૭૦ પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવેલ છે.

વધુમાં આ ભરતી માટેની લેખિત પરીક્ષાના સિલેબસની વિસ્તૃત વિગતો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ  પર દર્શાવવામાં આવેલ છે. જે તે શહેરમાં નિર્ધારિત કરાયેલા પરીક્ષા કેન્દ્ર ખાતે બ્લોક (પરીક્ષા ખંડ)માં સુપરવાઈઝર અને મદદનીશ મારફત પરીક્ષાની કામગીરીનું સંચાલન કરવામાં આવનાર છે. દરેક શહેરમાં પરીક્ષા કેન્દ્રોની કામગીરીનું નિયંત્રણ અને દેખરેખ રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ – ૧ ના અધિકારી દ્વારા થશે જયારે વર્ગ – ૨ ના અધિકારીઓ પરીક્ષા કેન્દ્રોમાં સુપરવિઝન કરશે.

આ પરીક્ષા માટેના કોલલેટર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોને તેઓએ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ મોબાઈલ પર એસ.એમ.એસ. મારફત જાણ કરવામાં આવશે.ત્યારબાદ રાજકોટ મહાનગર પાલિકાની વેબસાઈટ પર પોતાનો અરજી નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબરની વિગત પુરી પાડી ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

કમિશનર બંછાનિધિ  પાનીએ ઉમેદવારો જોગ એક વાત કરતા કહ્યું કે, ઉમેદવારોએ તેઓને ફાળવવામાં આવતા પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલા રિપોર્ટિંગ કરવાનું રહેશે. ઉમેદવાર તેમના માન્ય ફોટો ઓળખ પત્ર જેવા કે, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, ચૂંટણી કાર્ડ કે પાસપોર્ટ ( ઓરીજીનલ ) રજુ કરીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવી શકશે. આ પરીક્ષામા નેગેટીવ માર્કિંગ નથી. પરીક્ષા પેપર (મલ્ટી ચોઈસ કવેશ્યન) અને  (ઓપ્ટીકલ માર્ક રીકગનીશન) મુજબ લેવામાં આવનાર છે.

(4:41 pm IST)
  • અન્ય છાત્રોની પ્રેરણા કાજે યુપી બોર્ડના ૨૦ ટોપર છાત્રોની માર્કશીટ બોર્ડની વેબસાઇટ ઉપર પણ મુકાશેઃનાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા access_time 4:55 pm IST

  • અયોધ્યા કેસમાં ત્રીજા પક્ષકારોની તમામ અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી : રામજન્મભૂમિ - બાબરી મસ્જીદ કેસમાં સુપ્રિમ કોર્ટે ત્રીજા પક્ષકારની - દરમિયાનગીરીની તમામ અરજીઓ ફગાવી આવી ઈન્ટરવેન્સન્સની કોઈપણ અરજી નહિં સ્વીકારવા રજીસ્ટ્રીને આદેશ આપ્યો છે access_time 5:13 pm IST

  • ભાજપે કોંગ્રેસના નારણભાઇ રાઠવાની ઉમેદવારી-દસ્તાવેજો અંગે વાંધા ઉઠાવ્યાગુજરાતની રાજયસભાની ચુંટણીમાં સર્જાયેલ વિવાદ : દિલ્હી ચૂંટણી પંચ સુધી મામલો પહોંચ્યો : રાજય ચૂંટણી પંચે માર્ગદર્શન માગ્યું : થોડીવારમાં ચૂકાદો આવશે. access_time 4:18 pm IST