Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

'નારી શકિત કો સલામ' : વિશિષ્ટ યોગદાન બદલ ડો.ઇન્દુબેન રાવને સન્માનાયા

ઉદગમ વુમન્સએચીવર્સ એવોર્ડઃ શુભેચ્છકોમાં હર્ષ

રાજકોટ તા.: મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે છેલ્લા આઠ વર્ષથી વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહિલાઓને કરાતા સન્માન અંતર્ગત ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ૩ર જેટલી સન્નારીઓનો બહુમાન કરવામાં આવ્યા હતો.

આ બહુમાનમાં ગુજરાતના હીરા ઉદ્યોગના બીઝનેસની આજસુધી ભાગ્યેજ બહાર આવેલી રસપ્રદ વિગતોનું સંશોધન કરી નેધરલેન્ડમાંથી બબ્બે વખત પીએચડી થનાર તથા આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર નિરમા યુનિ.નાં ડો.ઇન્દુબેન રાવને સ્પેશ્યલએચીવમેન્ટ શ્રેણીમાં વિશિષ્ટ રીતે બહુમાન કરવામાં આવ્યું છે. કુલ ૩ર મહિલાઓને આ માન મલ્યું છે.

અત્રે એ યાદ રહે કે ડો.ઇન્દુબેન રાવ દ્વારા જે વિશિષ્ટ યોગદાન આપી યુવા પેઢી માટે રોજગારીનાં દ્વાર ખુલ્લે તે રીતે જે સંશોધન થયું છે તેનીરાજય સરકારે નોંધ લીધી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને રાજયપાલ ઓ. પી. કોહલી પણ ડો.ઇન્દુબેન રાવ દ્વારા થયેલ અદભૂત સંશોધનથી પ્રભાવિત થયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ ગુજરાતનાં હીરા ઉદ્યોગ વિષેના એવોર્ડ વિજેતા સંશોધનાત્મક પુસ્તકથી ખુબ પ્રભાવિત થઇ ડો.ઇન્દુબેન રાવને અભિનંદન આપ્યા હતા.

ડો.ઇન્દુબેન રાવે સુરતના સમારોહમાં પોતાની સફળતા પાછળ તેમના પતિ અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર ડો. કે. એન. એન. રાવ તથા સમગ્ર પરિવારનો જે સહયોગ સાંપડયો તેને યશ આપેલ.

(4:37 pm IST)