Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ગોત્રી મેડીકલ કોલેજનો વિદ્યાર્થી પ્રાધ્યાપકને કારણે ગૂમ થયો છેઃ કલેકટરને આવેદન

રાજકોટ એનએસયુઆઈ દ્વારા દેખાવો બાદ રજૂઆતઃ ન્યાય અપાવવા માંગણી

રાજકોટ, તા. ૧૪ :. વડોદરા ખાતે આવેલ ગોત્રી મેડીકલ કોલેજનો એક વિદ્યાર્થી ગૂમ થયો તે સંદર્ભે એનએસયુઆઈના રાજકોટ એકમે કલેકટરને આવેદન પાઠવી યોગ્ય કરવા માંગણી કરી હતી.

આવેદનમાં આગેવાનો કરણ લાબડીયા, રોહીત રાજપૂત વગેરેએ ઉમેર્યુ હતું કે, વડોદરા ખાતે આવેલ ગોત્રી મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ.ના ફાઈનલમાં અભ્યાસ કરતો શ્રી દેવકિશન દેવસીભાઈ કાતરીયા (આહિર) ચિઠ્ઠી લખીને ગૂમ થયેલ છે.

મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ કોલેજમાં અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસમાં પ્રેકટીકલ સાથે થીયરીનું પણ મહત્વ છે. કેટલાક તબીબી પ્રધ્યાપકો પ્રેકટીસની પરીક્ષાનો ભય બતાવી વિદ્યાર્થીને દબાવતા જ રહે છે તથા વિદ્યાર્થીઓ મુંગે મોઢે સહન કરતા હોય છે અને વિદ્યાર્થીઓ આ બાબતે જાહેરમાં રજુઆત કરતા પણ ગભરાય છે. ગોત્રી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ દેવકિશન કાતરીયાએ લીધેલા પગલા પાછળ પ્રાધ્યાપકની વ્હાલાદવલાની નીતિ કારણભૂત છે. દેવકિશનના હાથમાં ફેકચર થયું હતું. આથી દર બે મહિને લેવાતી પ્રેકટીકલની ગાયનેકોલેજી વિષયની ઈન્ટરનલ પરીક્ષા આપી શકયો ન હતો. આ અંગે દેવકિશન કાતરીયાએ પ્રાધ્યાપકને રજુઆત કરી હતી તથા તેને બીજી બેચ સાથે પોતાની પરીક્ષા લઈ લેવા અંગે વિનંતી કરી હતી પરંતે પ્રાધ્યાપકે તેની વિનંતી ગ્રાહ્ય રાખી ન હતી. જેના કારણે દેવકિશન કાતરીયા એક ચિઠ્ઠી લખીને ગુમ થઈ ગયેલ છે તથા હજુ તેનો કોઈ પત્તો મળેલ નથી.

દેવકિશન કાતરીયાએ લખેલી ચિઠ્ઠીમાં જણાવેલ કે મને જાણી જોઈને નાપાસ કરવામાં આવેલ છે, તેવું મને ૧૦૧ ટકા લાગી રહ્યુ છે કારણ કે મારા વાઈવા સારા ગયા છે. વાઈવા વખતે સરે ગુડના કોમ્પલીમેન્ટ આપ્યા હતા. તેના જણાવ્યા મુજબ ગોત્રી મેડિકલ કોલેજમાં લાગવગશાહી ચાલે છે. લાગવગ ના હોય તે લોકો જ નાપાસ થાય છે અને મને કોલેજના પ્રોફેશર દ્વારા ઈન્ટેશનલી ફેઈલ કરવામાં આવેલ છે. આ અન્યાયના કારણે તેણે આ પગલુ ભરેલ છે. તાકિદે યોગ્ય કરવા કલેકટરને વિનંતી કરાઈ છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

 

(4:37 pm IST)