Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

કોઠારીયા નાકે ઝુલેલા મહોત્સવ ધામધુમથી ઉજવાશે : બપોરે મહાપ્રસાદ-શોભાયાત્રા

રાજકોટ તા. ૧૪ : સિન્ધી યુવક મંડળ દ્વારા સિન્ધી નવા વર્ષ નિમિતે આગામી તા. ૧૮ ના રવિવારે 'ચેટીચંડ' ઉત્સવનું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા યુવક મંડળના આગેવાનોએ જણાવેલ કે શ્રી ઝુલેલાલ ભગવાનની જન્મ જયંતિની ચેટીચંડ ઉત્સવ તરીકે ઉજવણી કરવામાં આવે છે. તે મુજબ આગામી તા. ૧૮ ના રવિવારે બપોરે ૧૨ વાગ્યાથી કોઠારીયા નાકા પોલીસ ચોકી સામે ધાર્મિક વિધી સાથે ઉજવણી કરાશે.

અમરલાલ જેરામદાસ, ઝુલેલાલ મંદિરના પુજારન પુનમબેન ઇશ્વરલાલ દ્વાા ધાર્મિક વિધિ કરાવાશે.

સિન્ધી યુવક મંડળના પ્રમુખ શ્યામસુંદર ચંદીરામાણી, સિન્ધી સાહિત્ય પંચાયતના પ્રમુખ અશોકભાઇ મુલચંદાણી, શિવ સેનાના પ્રમુખ જીમ્મીભાઇ અડવાણી વગેરેની ઉપસ્થિતીમાં બહેરાણા સાહેબની જયોત પ્રજવલિત કરાશે. ઝુલેલાલ ભગવાનની પ્રતિમાને ફુલહાર કરાશે. બાદમાં મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ છે. જેનો તમામ ધર્મપ્રેમીજનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

બપોરે ૧૨ વાગ્યાથી સરઘસ નિકળશે. ડી.જે. અને આતશબાજીના કાર્યક્રમો થશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિન્ધી યુવક મંડળના પ્રમુખ શ્યામસુંદર ચંદીરામાણી કરશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અનિલ વિંધાણી, લચ્છુભાઇ ઇંડાવાળા, ગુરમુખ વિંધાણી, રતન ટહેલીયાણી, મનીષ ચંદીરામાણી, ફતેહચંદ મુલચંદાણી, ગીરીશ ચંદનાણી, સોનુ ગંગારામાણી, જગદીશ આલવાણી, જનક મુલચંદાણી, રાજન હસમતરાય, જગદીશ આલવાણી, નાનક ઉકાણી, હરેશ ચંદીરામાણી, શ્રીચંદ પંજાબી, રતનલાલ ભજનલાલ, રાજુ મંગવાણી, ભાગસિંગ ખાનચંદાણી, પિતામ્બર આઇનાણી, મોહનભાઇ આઇનાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં ઝુલેલાલ મહોત્સવની વિગતો વર્ણવતા સિંધી યુવક મંડળના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર વિક્રમ ડાભી)

(4:36 pm IST)